પોતાની આ ભૂલના કારણે જ કુંવારી રહી જાય છે વધારે છોકરીઓ

PC: womenly.net

પોતાના જીવનમાં દરેક છોકરીનુ એક સપનુ હોય છે કે તેનો થનાર જીવન સાથી તેની ફિલિંગ્સનુ ધ્યાન રાખે, તેની પસંદ ના પસંદ દરેક વસ્તુનુ પણ ધ્યાન રાખે. કેટલીક મહિલાઓની લવ સ્ટોરી બહુ જલ્દી શરુ થઇ જાય છે તો કોઇક લાંબા સમય સુધી સિંગલ રહેવાનુ પસંદ કરે છે. ઘણી વાર પોતાની ઇચ્છાઓ પૂરી કરવાના ચક્કરમાં છોકરીઓ કઇક એવી ભૂલ કરી બેસે છે જેનાથી તેને જીંદગીભર કુંવારુ રહેવુ પડે છે. તો આવો જાણીએ આખરે શુ છે તો ભૂલો. હાલમાં જ થયેલી એક સ્ટડીનુ માનીએ તો, જે લોકોને થોડા ટાઇમ પછી પ્રેમ થાય છે, તે લોકોનો સમજદારના લિસ્ટમાં ઉમેરો થાય છે. આ લિસ્ટમાં તે લોકો પણ શામિલ થાય છે જે પોતાના પ્રેમનો ઇઝહાર કરવામાં જીજક અનુભવતા હોય. જો કે આ એક સ્ટડી ખાસકરીને તે સમજદાર લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેને પોતાના માટે પાર્ટનર શોધવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. આ સ્ટડીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિનું આઇક્યૂ લેવલ મહિલાથી વધારે હોય છે, તે 30 બાદ પણ સિંગલ રહે છે અને ઘણી વાર તો તે 40 ની ઉંમર સુધી સિંગલ જ બની રહેતી હોય છે. આ સ્ટડીની પાછળ કેટલાક ખાસ કારણો જણાવ્યા છે. તો આવો જાણીએ તેમના વિશે.

મનપસંદ સાથી ન મળવો

જે છોકરીઓ ભવિષ્યમાં પોતાના થનાર પાર્ટનરથી ઘણી આશાઓ લગાવીને બેઠી હોય તેને લગ્ન માટે પાર્ટનર શોધવામાં ઘણી મુશ્કેલી થાય છે. તેને પોતાની સામે જે પણ સંભવિત પાર્ટનર દેખાય છે, તેને તેમાં હંમેશા કંઇકને કંઇક ખામીઓ દેખાય છે.

જરુરતથી વધારે વિશ્લેષણ

બુધ્ધિમાન લોકો દરેક નાની નાની વાતનુ વિશ્લેષણ કંઇક વધારે જ કરે છે. તેમને વસ્તુઓના વિશે વિચારવા અથવા સમજવા અને પોતાની તરફથી પરખ કર્યા બાદ જ ચેન મળે છે. તેમની આ આદતના કારણે જ ઘણીવાર સંભવિત પાર્ટનર પણ પોતે તેમને રિજેક્ટ કરી દે છે.

પ્રેમની ફિલિંગ્સને નથી કરતા સ્વીકાર

પ્રેમમાં લોઝીક નથી હોતુ પરંતુ બુધ્ધિમાન લોકો પોતાની અંદર આવી રહેલી આવી ફિંલિંગ્સનો સ્વીકાર નથી કરતા. તે દરેક વસ્તુની પાછળ કારણોની શોધ પસંદ કરે છે. પ્રેમની વાતમાં તે લોઝીકથી કામ નથી લઇ શકતા, એટલા માટે પ્રેમના ચક્કરમાં પડવામાં તેમને આટલો સમય લાગે છે.

 

જરુરતથી વધારે સાવધાન

આવી છોકરીઓ પોતાની પાછળની ભૂલને વારંવાર રિપિટ કરવામાં વિશ્વાસ નથી રાખતી. પરંતુ જરુરતથી વધારે એલર્ટ રહેવુ પણ મહિલાઓ માટે સારુ નથી હોતુ. એવામાં આ રીતની મહિલાઓ સ્વાભાવિક રીતથી વ્યવહાર નથી કરી શકતી. તે એકલા રહેવાનુ પસંદ કરે છે. વધારે બુધ્ધિમાન મહિલાઓ ત્યા સુધી પોતાના મનપસંદ પાર્ટનરને નથી શોધતી, ત્યા સુધી તે સિંગલ રહેવામાં જ પોતાની ભલાઇ સમજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp