વધતી ઉંમર સાથે મહિલાઓ સિંગલ રહેવાનું પસંદ કરી રહી છે, જાણો કારણ

PC: independent.co.uk

જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે તમે તમારા જેવા બાળકો સાથે મિત્રતા કરી લો છો. જ્યારે મોટા થાવ છો તો આપણે બેસ્ટ ફ્રેન્ડવાળી દુનિયામાં પગ મૂકીએ છીએ અને તેના પછી પોતાનો સમય અને એનર્જી પોતાના માટે પરફેક્ટ પાર્ટનર શોધવામાં વાપરીએ છીએ. એવું કહેવામાં આવે છે કે આપણે માણસ છીએ. આ કારણે આપણને કોઈના સાથની જરૂર હોય છે. આવી સમાજિક પરિસ્થિતિમાં સિંગલ રહેવું અથવા તો એકલા લાઈફ પસાર કરવાનો નિર્ણય લોકોને સ્વીકાર્ય હોતો નથી. હાલમાં જ થયેલા એક રિસર્ચમાં એ સામે આવ્યું છે કે સંબંધમાં રહેનારા લોકોની તુલનામાં સિંગલ રહેનારા લોકોની લાઈફ વધારે સારી હોય છે.

કહેવામાં આવી રહ્યું છે કે આપણા દેશમાં પરિવારની રીત એવી છે જેમાં ભણેલી ગણેલી મહિલાને પણ આઝાદી મળતી નથી. તેમના પર અલગ અલગ પ્રકારની રોક હોય છે. જો તે બહાર કામ કરે છે તો ઘરના કામમાં પણ રાહત મળતી નથી. આ સિવાય તેમણે પોતાની સેલરીમાંથી ઘર ચલાવવા માટે પૈસા આપવા પડે છે. પરણિત હોવા છત્તા તેમના પૈસા પર પતિનો અધિકાર હોય છે. આથી હવે તેનાથી બચવા માટે છોકરીઓ સિંગલ રહેવાનું પસંદ કરી રહી છે.

ઘણી છોકરીઓ એટલા માટે સિંગલ રહે છે કે ભણવામાં અને પછી નોકરી કરવામાં જ તેમના લગ્નની ઉંમર પસાર થઈ જાય છે. જ્યારે તે 35-40ની થાય છે તો તે ઉંમરે લગ્ન કરવા માટે છોકરાઓ મળતા નથી. આથી લગ્ન કરવાની ઈચ્છા હોવા છત્તાં સિંગલ રહેવા માટે મજબૂર બને છે. આપણા સમાજમાં ઘણી બધી એવી છોકરીઓને પુરુષોના હાથે ઘણા ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હોય છે, જેના કારણે તે કોઈ પણ પુરુશ પર વિશ્વાસ કરી શકતી નથી અને લગ્ન ન કરવાનો નિર્ણય કરી લે છે. ઘણી વખત છોકરીઓએ નાની ઉંમરમાં જ યૌન શોષણ જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય છે, જેના કારણે તેઓ પુરુષ સાથે સંબંધ બનાવવા નથી ઈચ્છતી અને પોતાની લાઈફ પોતાની મરજી પ્રમાણે એકલા જીવવાનું નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp