શાકાહારી અને માંસાહારી હોવાની લવ લાઈફ પર કેવી પડે છે અસર

PC: annecohenwrites.com

શાકાહારી લોકોના વ્યવહાર, પસંદ-નાપસંદ પર હજુ સુધી ઘણી સ્ટડી કરવામાં આવી છે. હવે નવી કરવામાં આવેલી એક સ્ટડીમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી છે કે શાકાહારી હોવાની તેમની લવ લાઈફ પર કેવી અસર પડે છે. આ સ્ટડીમાં ડાયેટ અને રિલેશન વચ્ચેનો સંબંધ જાણવાની કોશિશ કરવામાં આવી છે. આ સ્ટડી જરનલ ઓફ સોશિયલ સાયકોલોજીમાં છપાઈ છે. આ સ્ટડી પ્રમાણે, શાકાહારી લોકો મોટેભાગે શાકાહારીઓ સાથે જ મિત્રતા કરવાનું પસંદ કરે છે. પોતાના જેવું ખાન-પાન રાખનારા સાથે તેમની મિત્રતા ઘણી સારી હોય છે. આ સ્ટડી પોલેન્ડના શોધકર્તા જ્હોન નેજલેક અને માર્જેનાએ અમેરિકાના વિલિયમ્સ એન્ડ મેરી કોલેજના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર કેથરીન ફોરેસ્ટેલની સાથે મળીને કરી છે.

આ પહેલા સાથે કરેલી એક સ્ટડીમાં નેલજેક અને ફોરેસ્ટેલે કહ્યું હતું કે શાકાહાર માત્ર આહાર નથી પરંતુ તે કોઈ વ્યક્તિની સામાજીક ઓળખમાં પણ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. એક અન્ય મનોવૈજ્ઞાનિક ક્રિસ્ટોફ ઢોંટને પોતાની સ્ટડીમાં જાણ્યું હતું કે ઘણા શાકાહારી લોકો સર્વાહારી લોકોને પસંદ કરતા નથી. આ બધી વાતોને ઊંડાઈથી સમજવા માટે શોધકર્તાઓએ એક શ્રૃંખલામાં ચાર સ્ટડીઝ કરી છે. આ સ્ટડીઝ માટે લોકોને શાકાહારી અને સર્વાહારી બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા.

પહેલી સ્ટડીમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેમનું ડાયેટ તેમની સામાજિક ઓળખને પ્રભાવિત કરે છે. તેમનો આહાર તેમના માટે શું મહત્ત્વ રાખે છે અને તે પોતાની ખાવાની આદતો અંગે કેટલી વખત વિચારે છે. આ સર્વે 411 અમેરિકન પુરુષો અને મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. બીજી અને ત્રીજી સ્ટડીમાં લોકોને પૂછવામાં આવ્યું કે તમે શું ખાઓ છો, તેની અસર તમારા બેસ્ટ ફ્રેન્ડ પર થાય છે. આ સ્ટડીમાં લગભગ 1200 અમેરિકન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ લોકોએ પોતાના પાંચ મિત્રોના ડાયેટ અંગે જણાવ્યું હતું.

ચોથી સ્ટડીમાં પોલેન્ડના 863 વયસ્ક લોકોને તેમના બેસ્ટ ફ્રેન્ડ અને તેમના રોમેન્ટિક પાર્ટનર્સની ડાયેટ અંગે જાણકારી લેવામાં આવી હતી. ડાયેટ તેમના માટે શું મહત્ત્વ ધરાવે છે અને તેઓ ખાવાની આદત અંગે કેટલું વિચારે છે, આ સવાલ પર એક થી સાત પોઈન્ટ સ્કેલ પર સર્વાહારીઓની તુલનામાં સૌથી વધુ અંક શાકાહારીઓના હતા.

અમેરિકાના લોકો પર થયેલી સ્ટડીના પરિણામોમાં ખબર પડી કે શાકાહારી લોકો માંસાહારી લોકોની તુલનામાં પોતાના જેવા એટલે કે માંસ ન ખાનારા લોકો સાથેની મિત્રતા ત્રણ ગણી વધારે સારી રીતે નિભાવે છે. જ્યારે પોલેન્ડના લોકો પર થયેલી આ સ્ટડીમાં આ અંતર લગભગ છ ગણું વધારે હતું. સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે સર્વાહારીની સરખામણીએ શાકાહારી લોકો તેવા 12 ગણા વધારે રોમેન્ટિક પાર્ટનર પસંદ કરે છે લોકો માંસ ખાતા નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp