જાડાપણું છે સેક્સનો દુશ્મન, જાણો કઈ રીતે?

PC: hindustantimes.com

આપણે જેને સ્થૂળતા કે જાડાપણું કહીએ છીએ તેનો સીધો પ્રભાવ સેક્સ લાઈફ પર પડે છે. જો સ્ત્રી અને પુરુષ બન્ને જાડા હોય તો સહજતાનો અનુભવ થતો નથી. આના કારણે તેમની સેક્સમાં રૂચિ ઘટી જાય છે.

જાડાપણાના કારણે શરીરનો આકાર બગડી જાય છે. આના કારણે બન્ને જણા સેક્સ માટે ઉભય રીતે એકબીજાને સેક્સ માટે ઉત્તેજિત કરી શકતા નથી. સેક્સ પર્ફોમન્સમાં જરા પણ મજા આવતી નથી. જાડાપણું સેક્સયુઅલી એક્ટીવિટીને વેરણ છેરણ કરી નાંખે છે.

જાડાપણું એક માનસિક સમસ્યા પણ બની જાય છે અને તેની સીધી અસર સેક્સ માટેના મૂડ પર વિપરીત રીતે પડે છે. વજન-સ્ટેમીના ઓછું થવાના કારણે ઉત્તેજના લાવવામાં મુશ્કેલી થાય છે.

જાડાપણાના કારણે હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે. શરીરમાં ચરબી વધવાના કારણે ટેસ્ટોસ્ટોરોમાં ઘટાડો નોંધાય છે. આના કારણે કામેચ્છા પણ મરી પરવારે છે. શરીરમાં ફેટ વધે કે ઘટે તેની સીધી અસર સેક્સ લાઈફ પર પડે છે.

પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શન જેવી બિમારી આવી જાય છે. લોહીનો સ્ત્રાવ બરાબર વહન થતું ન હોવાના કારણે આવું બને છે. આ ઉપરાંત જાડાપણાના કારણે પુરુષોમાં સ્ખલન જલ્દી થઈ જાય છે.

આમ તો જાડાપણાના કારણે સ્ત્રી અને પુરુષમાં સમાન રીતે પ્રોબ્લેમ થાય છે. તો આનો જવાબ એ છે કે કસરત અને ખાવા-પીવામાં કાળજી રાખી શરીરમાંથી ફેટ ઓછું થાય તેવા પ્રયાસો કરવાની જરૂર રહેલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp