ફેક ઓર્ગેઝ્મથી લઈને સેક્સ માટે મનપસંદ સમય સુધી આ છે ભારતીયોની પસંદ

PC: myspace.ge

રોઝ ડે, ટેડી ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે. આટલા બધા દિવસોની ઉજવણી કર્યા બાદ બે પ્રેમ કરનારાઓ સેક્સથી કઈ રીતે દૂર રહી શકે? ફેક ઓર્ગેઝ્મથી લઈને સેક્સ માટે પસંદગીના દિવસ અને સમય વિશે પણ ભારતીયોએ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે. ટિંડરે આશરે 7 શહેરોના 18-34 વર્ષના આશરે 1500 લોકો સાથે વાત કરી, જેમાં ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. તો તમે પણ જાણી લો કે શું છે ભારતીયોની પસંદ...

એક્સપરિમેન્ટ કરવું જોઈએ કે નહીં?

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે સેક્સમાં એક્સપરિમેન્ટ્સ કરવા જોઈએ કે નહીં, તો આશરે 79% લોકોએ કહ્યું હતું કે, સેક્સમાં એક્સપરિમેન્ટ્સ કરવા યોગ્ય છે.

તમે સેક્સ વિશે કેટલીવાર વિચારો છો?

આશરે 23% મહિલાઓ અને 30% પુરુષોનું કહેવું છે કે, તેઓ દિવસમાં એકવાર સેક્સ વિશે વિચારે છે.

સેક્સ કરવાનો યોગ્ય સમય કયો છે?

60% લોકોનું માનવું છે કે, રાતનો સમય જ સેક્સ માટે યોગ્ય સમય છે, જ્યારે 8% લોકોનું માનવું છે કે, દિવસનો સમય સેક્સ માટે યોગ્ય છે અને આશરે 32% લોકો માને છે કે, સેક્સ માટે દરેક સમય યોગ્ય જ હોય છે.

સેક્સ માટે સૌથી સારો દિવસ કયો છે?

ઘણા લોકોનું માનવું છે કે, સેક્સ માટે શનિવાર ખૂબ જ રિલેક્સિંગ દિવસ છે અને મંડે બ્લૂઝ સેક્સ પર પણ લાગુ થાય છે.

તમારો મુડ કઈ રીતે બને છે?

સેક્સ માટે મુડ બનાવવા રજાઓ અને હરવું-ફરવું એ લોકોની પસંદમાં સૌથી ઉપર છે. કેટલાક લોકો માટે સારું ખાવાનું એ સારા સેક્સની ચાવી છે અને હાં, પ્રમોશન પણ, સાથે જ ગિફ્ટ તો હંમેશાં જાદુ કરે છે.

શું તમે ક્યારેય ફેક ઓર્ગેઝ્મ કર્યું?

50% મહિલાઓએ માન્યું કે તેમણે ફેક ઓર્ગેઝ્મ કર્યું છે, પરંતુ 46% પુરુષોએ પણ એ માન્યું છે કે તેમણે ફેક ઓર્ગેઝ્મ કર્યું છે.

ક્યારેય સેક્સ કરવાનો ઈનકાર કર્યો છે?

71% લોકોએ માન્યું કે તેમણે સેક્સથી બચવા માટે કોઈક ને કોઈક બહાનું બનાવ્યું છે. 10માંથી 8 મહિલાઓ કહે છે કે, તેમણે સીધેસીધું ના પાડવાને બદલે કોઈક બહાનું બનાવ્યું છે, પરંતુ તેઓ પોતાના પાર્ટનરને સેક્સ માટે સીધી ના પાડવાથી ડરે છે.

સેક્સથી બચવા માટે કયા-કયા બહાના બનાવે છે લોકો?

આજે થાક બહુ લાગ્યો છે, સોરી... માથું દુઃખે છે, ખુબ જ બિઝી છું, આજે નહીં પ્લઝી..., બહાર અવાજ આવતો હશે, આવા તો બીજા ઘણા બહાનાઓ બનાવે છે ભારતીયો.

કોઈ એક છે ખાસ કે પછી ઘણા બધા છે સાથી?

આ પ્રશ્નના જવાબમાં 70% મહિલાઓનું માનવું છે કે, સિંગલ પાર્ટનર જ યોગ્ય છે, જ્યારે 55% પુરુષોનું કહેવું છે કે, યે દિલ માંગે મોર...

માત્ર તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દુનિયાની સરખામણીમાં ભારતીય એક વર્ષમાં સરેરાશ 130 વાર સેક્સ કરે છે. પોર્નહબના 2018ના ડેટા અનુસાર, આખી દુનિયામાં ભારત ત્રીજા નંબર છે, જ્યાં સૌથી વધુ પોર્ન મુવી જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp