પીરિયડ્સના સમયમાં પાર્ટનરનું આ રીતે રાખો ધ્યાન, મજબૂત બનશે સંબંધ

PC: healthywomen.org

પીરિયડ્સનો સમય મહિલાઓ અને યુવતીઓ માટે ખૂબ જ પેઈનફુલ હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક બદલાવ જ નહીં, પરંતુ માનસિકરીતે પણ મહિલાઓ તણાવમાં આવી જાય છે અને ચિડચિડી થઈ જાય છે. આ જ કારણે ઘણીવાર તેમની તેમના પાર્ટનર સાથે જ ખટપટ થઈ થવા માંડે છે. અહીં પુરુષો માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તેઓ પોતાની ફીમેલ પાર્ટનરનું ધ્યાન રાખી શકે છે.

પીરિયડ્સ દરમિયાન પોતાની પાર્ટનરના પેટ પર હોટ વોટર બેગ મુકીને તેને રીલેક્સ ફિલ કરાવો. કારણ કે પીરિયડ્સ દરમિયાન ઘણી મહિલાઓને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આવામાં હોટ વોટર બેગથી આરામ મળે છે. સાથે જ પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ વધુ મજબૂત બનશે.

સતત બ્લીડિંગને કારણે શરીરમાં લોહીની સાથોસાથ પાણીની પણ ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને વધારે પાણી, જ્યુસ અને અન્ય પ્રવાહી પીવડાવો. કારણ કે, બોડી જેટલું હાઈડ્રેટેડ રહેશે, દુઃખાવો એટલો જ ઓછો થશે.

પીરિયડ્સના દિવસોમાં પાર્ટનરને મસાજ આપવાથી ખૂબ જ ફાયદો મળે છે. આખા બોડીને હળવા હાથે મસાજ કરો. પરંતુ ધ્યાન રહે, જે ભાગમાં વધુ દુઃખાવો છે, ત્યાં મસાજને બદલે હોટ વોટર બેગની શેક કરો.

પાર્ટનરનું ચિડીયાપણું દૂર કરવા માટે લાઈટ મ્યુઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરો. તેને અહેસાસ કરાવો કે તમને તેની કેટલી ચિંતા છે અને તે જ તમારી દુનિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp