સેક્સથી બ્રેક લેવો રિલેશનશિપ માટે છે સારું

PC: floweraura.com

રિલેશનશિપમાં પ્રેમ ઉપરાંત, સેક્સ પણ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. કેટલાક સંબંધોમાં સેક્સ જરૂરિયાત બની જાય છે, પરંતુ એવું ન હોવું જોઈએ. કપલ્સને કેટલાક સમય માટે સેક્સથી બ્રેક લેવો જોઈએ. એવું કરવું તમારા સંબંધ માટે ખૂબ જ સારું રહેશે. સંબંધમાં સેક્સ ઉપરાંત પણ ઘણું બધું હોય છે. સેક્સથી બ્રેક લેવાથી રિલેશનશિપનાં અન્ય પાસાંઓ પર પણ ધ્યાન આપવું જોઈએ, જે તેમની વચ્ચે પ્રેમ અને બોન્ડિંગને સમજવામાં પણ મદદ કરે છે.

તમારો સંબંધ પણ ક્યાંક સેક્સ પર તો નથી ટક્યો ને? જો એવું હોય તો તે પ્રેમ નથી. સેક્સથી બ્રેક લેશો તો તમને તમારા પાર્ટનરને સમજવામાં સરળતા રહેશે અને તમે એ જાણી શકશો કે તમારો સંબંધ પ્રેમનાં આધારે ટક્યો છે કે પછી માર્ટ ફિઝીકલ ઈન્ટીમસીને કારણે.

સેક્સથી દૂર રહેવા દરમિયાન તમારા પાર્ટનરની અન્ય બાબતો તરફ તમે વધુ ધ્યાન આપશો. તમને વાત કરવાનો પણ વધુ સમય મળશે. સાથે જ એકબીજાનાં ઈમોશન્સને વધુ સારી રીતે સમજી શકશો.

ઈમોશનલી ક્લોઝ આવવાથી તમે પાર્ટનરનાં કહ્યાં વિના જ એકબીજાનાં મનની વાત સમજવા માંડશો, જેમકે તમારા પાર્ટનરને શું ગમે છે, શું નથી ગમતું, કઈ વાતથી ખુશી મળે છે તેમજ તમને સાથે કઈ એક્ટિવિટી કરવામાં મજા આવે છે. એકવાર અંડરસ્ટેન્ડિંગ સ્ટ્રોંગ બન્યાં પછી સંબંધમાં શંકા માટે કોઈ સ્થાન નથી રહેતું અને સંબંધ વધુ મજબૂત બને છે.

સેક્સમાંથી બ્રેક લીધા બાદ તમે એકબીજા સાથે માત્ર ફિઝીકલી જ નહીં, પરંતુ ઈમોશનલી પણ એકબીજા સાથે જોડાઈ શકશો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp