આ રીતે ઉકેલો તમારા લાઈફ પાર્ટનર સાથેની લડાઈ

PC: app.goo.gl

કોઈ પણ રિલેશનશીપમાં લડાઈ ન થાય એવું બનતું નથી. બલકે એક્સપર્ટસ તો એમ પણ કહે છે કે પાર્ટનર્સ વચ્ચેના નાનામોટા લડાઈ ઝઘડા રિલેશનશીપને વધુ મજાની અને મજબૂત કરે છે. પરંતુ આ નાનીમોટી લડાઈઓની બ્યુટી તો જ રહે છે જો એ લડાઈઓને સમયસર ઉકેલી લેવામાં આવે અને પાર્ટનર્સ ફરી પાછા એકબીજા સાથે બોલતા થઈ જાય. નહીં તો જો તેને કારણવિના લાંબી ખેંચવામાં આવે તો તેની રિલેશનશીપ પર અવળી અસર થાય છે.

પાર્ટનર્સ વચ્ચે ઝઘડા થઈ જાય છે ત્યારે પાર્ટનર્સ સૌથી પહેલું કામ એ કરતા હોય છે કે તેઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હોય છે. જોકે લાંબા સમયના મૌન બાદ બંનેને એમ થતું હોય છે કે હવે તેમના પાર્ટનર સાથે બોલવાનું શરૂ થઈ જાય તો સારું. જોકે આ માટે પહેલ કરવું અત્યંત આકરું લાગતું હોય છે. તમે પણ આ સમસ્યાનો સામનો કરતા હો અમે તમારા માટે એક મસ્ત આઈડિયા લઈને આવ્યા છીએ. આવું કંઈક થાય તો થોડા સમય પછી તમારે સામેથી તમારા પાર્ટનરને કોઈક સારો મેસેજ ફોર્વર્ડ કરવો. અથવા તેની સાથે ચેટ શરૂ કરી દેવી. આ અત્યંત રોમેન્ટીક બાબત છે અને એનાથી તમારો ઝઘડો તરત ઉકેલાઈ જશે.

જો ઝઘડો ગંભીર થયો હોય અને તમારો પાર્ટનર ઘરમાંથી બહાર નીકળી ગયો હોય તો શાંત ચિત્તે તેને ફોન કરો અને તેની સાથે ઝઘડાના મુદ્દાને લઈને આરોપ-પ્રતિઆરોપ કરવા કરતા તેને સોરી કહી દો અને તેને કહો કે ઝઘડા કરતા એ તમારા માટે વધારે મહત્ત્વના છે.

તમારી વચ્ચે ઝઘડો થઈ ગયો હોય અને ખાસા સમયથી તમારી વચ્ચે બોલવાનું બંધ થઈ ગયું હોય તો જમવાના ટાઈમે લાભ લઈ લો અને તેના માટે થાળી પીરસીને તેને કહો કે પછી ઝઘડો કરજે, પહેલાં ખાઈ લે! આવું કરશો તો એ પણ તરત હસી પડશે અને તમારી ગાડી પાટે ચઢી જશે.

જો તમને એવું રિયલાઈઝ થાય કે આ ઝઘડામાં તમારી ભૂલ છે તો પછી એકપણ ક્ષણનું મોડું કર્યા વિના તમારા પાર્ટનરની માફી લો. કારણ કે ઘણી વાર રિયલાઈઝ થયા પછી પણ વ્યક્તિ તેના ઈગોને કારણે માફી નથી માગી શકતી અને એ કારણે જ ઝઘડો ઘણો આગળ વધે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp