જિંદગીમાં રોમાન્સ બરકરાર રાખવો હોય તો આટલું જરૂર કરો

PC: mynation.com

જિંદગીમાં રોમાન્સ જળવાયેલો રહેવો અત્યંત જરૂરી છે, કારણ કે એના કારણે જ જીવનમાં પ્રેમ જળવાયેલો રહે છે અને વ્યક્તિ તેના જીવનને માણી શકે છે. જીવનમાં રોમાન્સ જળવાયેલો રહે એ માટે તમારે ઝાઝી મથામણો નથી કરવાની. હા, માત્ર નીચે કહેલી વાતોનું ધ્યાન રાખશો તોય તમને એમાં સફળતા મળશે.

જીવનમાં એટલું યાદ રાખો કે પોતાના પાર્ટનરને ખુશ કરવા કે તેને રોમાંચ આપવા માટે કોઈ સ્પેશિયલ દિવસની રાહ ન જુઓ. વર્ષમાં કોઈ પણ આડે દહાડે તમે તમારા પાર્ટનરને કોઈક નાનકડી ગિફ્ટ આપીને સરપ્રાઈઝ આપી શકો છો. આવું કરવાથી તમારા પાર્ટનરને તમારી ભાવનાની કદર રહેશે અને તમે એકબીજાના સાથને માણી શકશો.

રજાના દિવસે કે વીકએન્ડમાં તો કોઈ પણ ફિલ્મ માટે કે બહાર જમવા જવા માટે પ્લાન કરતું હોય છે. પરંતુ પાર્ટનરની સાથે આનંદ માણવા માટે ક્યારેય તમારે વીકએન્ડ કે રજાની રાહ ન જોવી. ક્યારેક આડે દિવસે પણ તમે રાત્રે ફિલ્મ જોવા કે ડિનર જોવા માટે જઈ શકો છો. આ તો ઠીક જો સિલકમાં રજા હોય તો અમસ્તા જ રજા પાડીને બંને પાર્ટનર લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે.

તમે ભલે દિવસના સમયે ગમે એટલા વ્યસ્ત હો. પરંતુ આખા દિવસમાં થોડી થોડી વારે તમારા પાર્ટનરને મેસેજ કરતા રહેવાનું અને તેને આઈ લવ યુ કે મિસ યુનો મેસેજ કરતા રહેવાનું. આ સિવાય જ્યારે પણ તમને તમારા પાર્ટનર વિશે સારી લાગણી કે વિચાર આવે તો મનમાં ને મનમાં એ વિચાર ચગળવા કરતા તમારા પાર્ટનર સાથે પણ એ વિચાર શેર કરો. આવું કરશો તો તેને બહુ સારું લાગશે કે તમે એના માટે કેટલું સારું વિચારી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp