વીર્ય રંગ બદલે છે? જો બદલે તો સમજી લો કે ખતરો છે

PC: glamour.com

કેટલાક લોકો શરીરની સારી રીતે સારસંભાળ રાખે છે અને આદર્શ રીતે જીવન જીવે છે. પરંતુ કેટલાક લોકો વિચલિત જીવન જીવે છે તો તેમને નાની ઉંમરમા પણ પ્રોસ્ટેટિસ અને અન્ય રોગો લાગુ પડી જાય છે. આવી સ્થિતિમા પીળા રંગના વીર્યને લઈ અનેક પ્રકારની માનસિકતા રહેલી છે. પીળા રંગનું વીર્ય સામાન્યપણે સ્ટીકી નથી હોતું, તેમા સફેદ દ્રવ્ય પણ હોય છે. પરંતુ અચાનક આ રંગ બદલે તો પુરુષો આ અંગે વિચારવા લાગી જાય છે કે આવું કેમ થયું.

સામાન્ય રીતે શુક્રાણુ(વીર્ય) સફેદ, ગ્રે અને પીળાશ પડતા રંગના હોય છે. અપચો. ગેસ્ટીક પ્રોબ્લેમ અને કેટલાક આચર-કૂચરવાળું ખાવાના કારણે વીર્ય રંગ બદલે છે.

ઈન્ફેકશન વીર્યના રંગમા ફેરફાર માટે કારણભૂત હોઈ શકે છે. પીળાશની સાથે જો ગંધ આવે તો ઈન્ફેકશન થયું હોવાની આશંકા રહે ચે. એન્ટીબાટીક દવાઓ લેવાની જરૂરી બની જાય છે. ડોકટર પાસે તપાસ કરાવી લેવાની રહે છે.

મૂત્રની સાથે ક્યારેક વીર્ય પણ બહાર નીકળી જાય છે. બીજું એ કે પેશાબની સાથે નીકળી રહેલું વીર્ય પણ રોગીષ્ઠ બની જાય છે અને તેના કારણે વીર્યના રંગમા પરિવર્તન આવી જાય છે. જો જલન અને પીડા થાય તો સમજી લો કે ડોકટરની જરૂર છે.

વૃધ્ધાવસ્થા દરમિયાન પીળાશની શક્યતા વધી જાય છે. પરંતુ આ બધું પ્રજનન ક્ષમતા કે યૌન પર્ફોમન્સ પર અસર કરતું નથી.

ડિસ્ચાર્જ બાદ કેટલાક સમય પછી કરાયેલા સંભોગમા પણ વીર્ય રંગ બદલે છે. તેની પાછળનું કારણે એ છે કે વીર્ય લાંબા સમય સુધી નળીકાઓમા રહે છે અને તેના કારણે નળીકા થોડા સમય માટે ફુલાઈ જાય છે. જેથી કરીને વીર્ય વહેલું સ્ખલિત થતું નથી.

કેટલાક ટેસ્ટોસ્ટોરન અને બૂસ્ટર લેલો ટેસ્ટોસ્ટોરનનું લેવલ ઉપર-નીચે થાય છે તો તેના કારણે પણ વીર્ય રંગ બદલે છે. સ્વસ્થ વીર્યનો રંગ સફેદ હોય છે. તરલ પદાર્થોને સતત પીતા રહેવાના કારણે પણ વીર્ય પર અસર પડે છે.

અધિક માત્રામા તંબાકુ અને મદ્યપાન કરવાથી પણ વીર્યની ગુણવત્તા વિપરીત થઈ જાય છે. આ બધા કારણોને લઈ વીર્ય અલગ અલગ રીતે રંગ બદલે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp