
ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO)ના સભ્ય બનવાના મુદ્દા પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. હવે ફિનલેન્ડ અને સ્વીડને પણ જાહેરાત કરી છે કે તે NATOમા સામેલ થવા જઈ રહ્યા છે. રશિયાએ તેના પર સખત આપત્તિ દર્શાવતા કહ્યું કે, તે તેના પર જવાબી કાર્યવાહી કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા બાલ્ટિક સાગરના વિસ્તારમાં પોતાની સેનાઓ તૈનાત કરશે, જેથી ફિનલેન્ડને પાઠ ભણાવી શકાય. ફિનલેન્ડે ગુરુવારે જાહેરાત કરી હતી કે, તે NATOની સભ્યતા માટે અરજી કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, સ્વીડન પણ NATOની સભ્યતા માટે અરજી કરી શકે છે. સમસ્યા અહીં પણ એ જ છે જે યુક્રેન સાથે હતી. જો આ દેશ NATOમા સામેલ થાય છે તો તેના દ્વારા NATO સંગઠન રશિયન સીમાની એકદમ નજીક પહોંચી જશે. રશિયાને આ વાત જરાય પસંદ નથી. રશિયાએ યુક્રેન પર આ કારણે હુમલો કરી દીધો છે અને અત્યારે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન અને ફિનલેન્ડ દેશ સંપૂર્ણ રીતે યુરોપ અને અન્ય પશ્ચિમી દેશો નજીક થતા જઈ રહ્યા છે.
રશિયા NATOને પોતાના માટે જોખમરૂપ માને છે. એવામાં રશિયા આ વાત પર સખત આપત્તિ દર્શાવી રહ્યું છે. હાલમાં જ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે, પશ્ચિમી દેશ રશિયા વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. આ જ કારણે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. બીજી તરફ NATOના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે, જો ફિનલેન્ડ અરજી કરે છે તો તેનું સ્વાગત કરવામાં આવશે અને NATOમા સામેલ થવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. અમેરિકાએ પણ ફિનલેન્ડના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
રશિયાએ ફિનલેન્ડને સખત ચેતવણી આપતા કહ્યું કે, જો તે આવું પગલું ઉઠાવશે તો રશિયા પર હુમલા બાબતે વિચારશે. ફિનલેન્ડના આ પગલાંથી રશિયા અને ફિનલેન્ડના સંબંધો પર અસર પડશે. પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉત્પન્ન થનારા જોખમને પહોંચી વળવા માટે તે આ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવાનું પગલું ઉઠાવવા પર બંધાયેલા હશે. રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે NATO સાથે ફિનલેન્ડનું જોડાવું રશિયા-ફિનલેન્ડના સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડશે અને ઉત્તર યૂરોપમાં સ્થિરતા અને સુરક્ષાને પણ પ્રભાવિત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp