સૌરાષ્ટ્રમાં 101 વર્ષના માજીની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી
અમરેલીના વડિયાના ખાન ખીજડિયા ગામમાં 101 વર્ષના વૃદ્ધાની અંતિમ યાત્રા અબીલ ગુલાલ ઉડાડીને અને બેન્ડવાજા સાથે વાજગ ગાજતે કાઢવામાં આવી અને ગામના લોકો અને સગાસંબંધીઓ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા.
સાકરબેન કેશુભાઇ હરખાણિયાને પોતાને કોઇ સંતાન નહોતું એટલે ભત્રીજાઓની સાથે રહેતા હતા. શનિવારે સાકરબેનનું 101 વર્ષની વયે નિધન થયું. તેમણે ભત્રીજાઓ સમક્ષ અંતિમ ઇચ્છા વ્યકત કરી હતી કે, મારી પાછળ કોઇએ રોકકળ કે શોક કરવો નહી, હસતા હસતા અને વાજતે ગાજતે મને વિદાય આપજો.
ભત્રીજાઓએ કાકાની અંતિમ ઇચ્છા પુરી કરી અને બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા કાઢી હતી.
ભત્રીજાઓએ કહ્યું કે, કાકી એવું જીવન જીવ્યા કે કોઇ અફસોસ કરવાનો અર્થ નહોતો. તેઓ ક્યારેય બિમાર પડ્યા નહોતા અને ક્યારેય દવા પણ લીધી નહોતી. 101 વર્ષની ઉંમરે પણ વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp