હોટલોમાં ખાવાનો ચસકો હોય તો ધ્યાન રાખજો, ગુજરાતમાં 800 કિલો નકલી પનીર પકડાયું
.jpg)
જો તમને હોટલોમાં ખાવાનો ચસકો હોય, મનપસંદ હોટલોમાં પનીરનો ટેસ્ટ કરતા હો તો તમારે હોસ્પિટલના બિલ ભરવા તૈયાર રહેવું પડશે. તમે જે પનીર આરોગી રહ્યા છો તે આરોગ્ય પ્રદ કે પ્રોટીનથી ભરપૂર ન પણ હોય શકે.રાજકોટમાં 800 કિલો પનીર એક ફેકટરીમાં પકડાયું જેમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું. નકલી પનીર ફેકટરીમાં બનતું હતું, જે મોટી મોટી હોટલોમાં સપ્લાય થતું હતું.
રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને એક ફેકટરીમાંથી 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લીધો છે. આ નકલી પનીરમાં દુધનો વાસી પાવડર, એસિટીક એસિડ અને હલકી કક્ષાનું પામ ઓઇલ મિક્સ કરવામાં આવતું હતું. સેમ્પલને વડોદરા એક લેબમાં ટેસ્ટ માટે મોકલાયું હતું , જેમાં અખાધ હોવાનું અને આરોગ્ય માટે હાનિકારક જણાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp