નિવૃત Dyspના પુત્રએ પત્ની અને 2 દીકરી, કૂતરાને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી

PC: bhaskarassets.com

ભાવનગર શહેરના વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત Dyspના પુત્રએ બુધવારે સાંજે પોતાની પત્ની અને બે દીકરીઓને ગોળી મારીને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. એટલું જ નહીં પોતાના કુતરાને પણ રિવોલ્વરમાંથી ગોળી મારી દીધી છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે તમામ પોતાના સગા સંબંધીઓને જાણ કરી વોટ્સએપમાં મેસેજ કર્યા હતા.

નિવૃત Dysp નરેન્દ્રસિંહ બી જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભાએ બુધવારે સાંજે પોતે આત્મહત્યા કરે છે એવી જાણ કરી દીધી છે. ઘરના દરવાજા ખુલ્લા છે એવો એક મેસેજ કરી બંગલામાં ઉપરના માળે રહેલી મોટી દીકરી નંદીનીબા (ઉ.વ.15), નાની દીકરી યશસ્વીબા (ઉ.વ.11)ને માથાના ભાગે ગોળી મારી હતી. નીચે રહેલી પત્ની બીનાબા (ઉ.વ. 33)ને માથાના ભાગે ગોળી મારી હતી. નજીકના બેડરૂમ પાછળ બેઠેલા કૂતરાને પણ ગોળી મારી દીધી હતી. આ તમામ હત્યા કરીને પોતે હોલમાં સોફા પર બેસીને લમણે ગોળી મારી દેતા આત્મહત્યા કરી લીધી છે. જ્યારે મિત્રો અને સગા સંબંધીઓ એમના ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર પરિવારના મૃતદેહ પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ભાવનગર SP,ASP,Dysp,PI અને LCBની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત FSLની ટીમે પણ સ્થળ તપાસ કરીને ફીંગર પ્રિન્ટ લેવા માટે તજવીજ શરૂ કરી હતી. ભાવનગરમાં સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા અને પછી Dysp તરીકે પ્રમોશન મેળવી નિવૃત થયેલા નરેન્દ્રસિંહ જાડેજા મૂળ કાલાવડ તાલુકાના મેઘડા ગામના છે.

છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના વતનમાં રહેતા હતા. રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. જાળીયા ગામના જમાઈ પૃથ્વીરાજસિંહનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. વતનમાં પણ વિશાળ જમીનના પ્લોટ છે. સાઢુભાઈ યશવંતસિંહ રાણા સાથે તેમણે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો હતો. આ અંગે એમને મનદુઃખ થયું હોવાની ચર્ચા છે. આવેશમાં આવીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, લોકોમાં એવી પણ ચર્ચા છે કે, બે દીકરીઓને ગોળી મારતા પિતાનો જીવ કેમ ચાલ્યો હશે? આ સાથે બીજો પ્રશ્ન એ પણ છે કે, એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે? કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. Dysp સફિન હસને જણાવ્યું હતું કે, પહેલા તેમણે પોતાના પાલતું કૂતરાને ગોળી મારી પછી પત્ની અને દીકરીઓને ગોળી મારી હોવાનું પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે.

એમને પિતા ગામડે હતા ત્યારે આ સમગ્ર ઘટના બની છે. તેની મોટી પુત્રી શુટિંગમાં ચેમ્પિયન હતી. આ રિવોલ્વરનું લાયસન્સ પણ પૃથ્વીરાજસિંહના નામે છે. જોકે, આ હત્યા ક્યા કારણોસર થઈ છે એ હજું સુધી જાણવા મળ્યું નથી. તેઓ જમીન દલાલીનું કામ કરતા હતા. હત્યાનો મેસેજ મળતા જ મિત્રો એમને બચાવવા માટે દોડ્યા હતા. પણ ઘરે પહોંચે એ પહેલા ખેલ ખતમ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp