26th January selfie contest

ગુજરાતમાં ભાજપના નેતાને બેઠકમાંથી હાંકી કઢાયા, કારણ જાણી અચંબામાં પડી જશો

PC: Khabarchhe.com

કચ્છ નલિયામાં ભાજપમાં તેની કાર્યકર પર ભાજપના નેતાઓએ કરેલાં બળાત્કાર અને જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં ભાજપના જ લોકોએ આબરૂના લીલા કર્યા બાદ હવે ભાજપ માટે કચ્છમાં રાજકીય અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. અહીં ભાજપમાં શિસ્ત તો વર્ષોથી જતી રહી છે પણ પક્ષની બેઠકોમાં પણ નેતાઓ ઉશ્કેરાઈ જતાં હોવાની ઘટના બહાર આવી રહી છે.

ભુજમાં ભાજપની બેઠક મળી હતી તેમાં લોકસભા બેઠકની પ્રભારીની હાજરીમાં બેઠક મળી હતી. કે. સી. પટેલ દ્વારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કારણ એટલું જ કે તે બેઠકમાં નોંધ કરવા માટે ડાયરી લઈને આવ્યા ન હતા અને તેઓ વાતો કરી રહ્યાં હતા. તેથી કે. સી. પટેલોનો પીત્તો ગયો હતો અને તેમને બેઠકમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા. વળી વાત અહીં અટકી ન હતી. કે. સી. પટેલે પ્રમુખને જાહેરમાં પૂછ્યું હતું કે તમારા મહામંત્રી કેમ દેખાતા નથી. ત્યારે પ્રમુખે કહ્યું હતું કે તેઓ તો આવતાં જ નથી. વારંવાર તેમને કહેવામાં આવ્યું છે. ત્યારે તુરંત શહેર પ્રમુખને કહેવામાં આવ્યું હતું કે તેમની સામે પગલાં કેમ ભરતાં નથી. શહેર પ્રમુખે આ વાતને ધ્યાનમાં લઈને સંગઠનમાં ફેરફાર કરવા માટે પણ જણાવ્યું હતું.

ભુજ શહેર પ્રમુખ નવીન લાલ પોતે આ રીતે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. વળી, ભુજના હોસ્પિટલ રોડની વચ્ચે જ કાળા રંગના કાચ ચઢાવીને ઊભેલી કાર ગેરકાયદે નંબર પ્લેટ ધરાવતી ઊભી હતી. જેના પર લખ્યું હતું કે ભુજ તાલુકા ભાજપના પ્રમુખ, પોલીસે તુરંત કારના વ્હીલને તાળું મારી દીધું હતું. આ પ્રશ્ને પણ લોકોમાં ભાજપના નેતાઓ કઈ રીતે જાહેરમાં વર્તી રહ્યાં છે તે ચર્ચાસ્પદ બન્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp