કાચા કોલસાની ખાણોમાં હાથ કાળા કરતાં ભાજપના કેટલાંક નેતા

PC: AajTak.com

દ્વારકામાં બોક્સાઈટની ખાણોનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે. કલ્યાણપુરના રાણ ગામે રૂ.11 કરોડનો કાચો કોલસો-બોક્સાઈટ કાઢી લેવામાં આવ્યો હોવાની ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવતાં ન હોવાનું જણાય રહ્યું છે. અહીં કરોડો રૂપિયાનો કાચો કોલસો કાઢી લેવા માટે ભાજપના કેટલાંક નેતાઓના આશીર્વાદ હોવાથી જે ખનીજ માફિયાઓ કોલસો કાઢીને કાળા હાથ કરી ગયા છે તેમની સામે કોઈ પગલાં લેવાય એવી શક્યતા બહુ ઓછી છે.

અહીં મોટા પ્રમાણમાં કોલસો કાઢી લેવામાં આવતો હોવાની ઘણાં સમયથી ફરિયાદ હોવા છતાં ખાણ ખનિજ વિભાગના અને ભૂસ્તર કમિશનર કચેરીના કેટલાંક અધિકારીઓ સંડોવાયેલાં હોવાથી તેમને રક્ષણ પૂરું પાડી રહ્યાં છે. તેથી જે કોઈ ફરિયાદી છે તેમની ફરિયાદ અંગે ક્યારેય પગલાં લેવામાં આવતાં નથી. અહીંનો બોક્સાઈટ કેટલીક ફેક્ટરીમાં પહોંચી રહ્યો છે. વળી, વિદેશ નિકાસ પણ કરવામાં આવી રહ્યો હોવા છતાં તે અંગે યોગ્ય પગલાં ભરવામાં આવતાં ન હોવાનું ખાણ ખનિજ વિભાગના કેટલાંક સંનિષ્ઠ અધિકારીઓ માની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp