26th January selfie contest

ભરતને ગાદી: કેશુભાઇના સ્થાને તેમના પુત્રને ટીકીટ આપવા હિલચાલ

14 Nov, 2017
08:31 PM
PC: indiatoday.intoday.in

ભાજપમાં પાટીદારોની અછત નથી પરંતુ મોટા ગજાના નેતા કહી શકાય તેવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલને પ્રોજેક્ટ કરવાની દિશામાં પાર્ટીના આગેવાનો વિચારી રહ્યાં છે. ભરત પટેલને વિસાવદરની ટીકીટ આપીને ભાજપ સૌરાષ્ટ્રમાં થયેલું નુકશાન અટકાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

Loading...

ભાજપમાં કેશુભાઇ પટેલનું યોગદાન ઓછું આંકી શકાય તેવું નથી. ભાજપની સ્થાપના થઇ ત્યારથી કેશુભાઇ પટેલ પાર્ટી સાથે જોડાયેલા છે. વચ્ચે થોડો સમય તેઓ ભાજપથી દૂર જતા રહ્યા હતા પરંતુ મોદીની દરમ્યાનગીરીથી તેમને પાર્ટીએ પાછા લીધા હતા. કેશુભાઇ 1995 અને 1998માં મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યાં છે. 2012ની ચૂંટણીમાં પણ તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા.

કેશુભાઇની વિસાવદરની બેઠક પરથી ભાજપને પટેલ સમાજનો મોટો ચહેરો મળી શકે છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે નામોની પેનલ બનાવવામાં આવી છે તેમાં ભરત પટેલનું નામ પણ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં જો ભાજપની સરકાર બનશે તો ભરત પટેલને નવી કેબિનેટમાં સ્થાન આપવા સુધીની ઓફર પણ કરવામાં આવી છે. કેશુભાઇ પટેલને ભરત પટેલને ટીકીટ મળે તે માટે કોઇ વાંઘો હોઇ શકે નહીં, બલ્કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે ભરતને ઉમેદવાર બનાવવામાં આવે તો તેઓ તૈયાર હોવાનું પણ તેમની નજીકના સૂત્રો જણાવે છે.

ભરત પટેલનો રાજકીય ઇતિહાસ કોરીસ્લેટ જેવો છે. કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભરત પટેલ ગાંધીનગરના સચિવાલયમાં ક્યારેય આવ્યા નથી. સરકારના વહીવટમાં પણ તેમની કોઇ ડખલગીરી જોવામાં આવી નથી ત્યારે ભરત પટેલને સૌરાષ્ટ્રની મહત્વની બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તો તેઓ જીતી શકે તે બાબતે કોઇ શંકા નથી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...