રાજકોટ કોંગ્રેસના બે ધારાસભ્યો બાખડી પડ્યા

PC: globalgujaratnews.in

રાજકોટમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે અહમનો ટકરાવ થયો હતો. રાજકોટમાં CM રૂપાણી સામે જંગી મતોથી હારી ગયેલા ઈન્દ્રનીલ રાજગુરૂ અને વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ પીરઝાદા વચ્ચે ઠરી ગઈ હતી. પીરજાદાને કાર્યક્રમમાં પહોંચવા માટે ઈન્દ્રનીલ રાજગુરૂએ પ્રદેશ પ્રમુખની સૂચનાનું પાલન કરવા માટે કહ્યું હતું. પણ તેનું ખોટું લાગી જતાં પીરજાદા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમમાં જવાના બદલે વાંકાનેર પહોંચી ગયા હતા. પીરઝાદાએ તુરંત કહ્યું કે આ ઘટનાની અમે ગંભીર નોંધ લઈએ છીએ. રાહુલ ગાંધી સુધી હું ફરિયાદ કરવાનો છું. જો કોંગ્રેસમાં અમારી જરૂર ન હોય તો અમે અમારા ભવિષ્યનું નક્કી કરીશું.

આ અંગે ઈન્દ્રનીલ રાજગુરુએ Khabarchhe.com સાથે વાત કરતાં કહ્યું હતું કે, મેં તો માત્ર પ્રમુખની સૂચના તેમના સુધી પહોંચાડી હતી. તેમાં મારો કોઈ બદઈરાદો ન હતો. ગમેતેમ, પણ ઈન્દ્રનીલ રાજગુરુ જ્યારથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હારી ગયા છે ત્યારથી પોતાનો ફોન આજ સુધી ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેઓ જાહેરમાં પણ આવવાનું હંમેશ ટાળતાં હતા.

તેમણે સામે ચાલીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જંગ લડવાની હિંમત બતાવી હતી. સામાન્ય રીતે મુખ્યમંત્રી સામે લડવાના બદલે સલામત સીટ રાજકારણીઓ શોધી લેતાં હોય છે. પણ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાની જીતેલી બેઠક બદલીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડી હતી. એવું અગાઉ ભાગ્યેજ હિંમત ભર્યું કામ થયું છે. તેમ છતાં રાજકોટમાં કોંગ્રેસના વિખવાદ શાંત થવાનું નામ નથી. લેતા કોઈક કારણસર તેનો ઊભરો આવી જાય છે અને પછી બેસી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp