26th January selfie contest

હાર્દિક પટેલને જામનગરની ટિકિટ ન આપવા કોણ એક થયા, જાણો

PC: twitter.com/hardikpatel_

હાર્દિક પટેલને જામનગરથી લોકસભાની ચૂંટણી નહીં લડવા લેવા માટે કોંગ્રેસ અને જામનગરની જાયંટ કંપનીઓ એક થઈ છે. કોંગ્રેસ અને કોર્પોરેટ એક થયા બાદ હવે હાર્દિક પટેલ માટે આફત શરૂ થઈ છે. કોઈ પણ હિસાબે તેમને જામનગરથી ચૂંટણી ન લડવા માટે દિલ્હી રહેતા ગુજરાતના નેતાએ બદાણ વધારી દીધું છે.

હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની બેઠક બાદ જાહેર સભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે પણ તેમને ગુજરાતના નેતાઓએ મંચ પરથી બોલવા દીધો ન હતો. ભાજપને તે પડકારી શકે તેવી ક્ષમતા રાખતો હોવા છતા તેમને તે દિવસથી જ વેતરવાનું શરૂ થઈ ગયું હતું.

પછી તુરંત હાર્દિક પટેલે જામનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરત કરી હતી. જોડાતા પહેલા પણ તેમણે જામનગરથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું હતું. ત્યાં સુધી કોંગ્રેસના એક પણ નેતાએ તે અંગે જાહેરમાં કોઈ નિવેદન કર્યું ન હતું. પણ હાર્દિક જેવા કોંગ્રેસમાં જોડાઈ ગયા તેની સાથે જ કોંગ્રેસના નેતાઓએ 1985નો રંગ ફરી બતાવી દીધો છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાઇ જતા હવે આ રંગ સામે આવ્યો છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાઓ આ બાબતે જણાવ્યું હતું કે, ઈચ્છા રાખવી અને શરત મૂકવી આ બંનેમાં મોટો તફાવત છે. હાર્દિક પટેલે જ્યારે પક્ષનું પ્રાથમિક સભ્યપદ વિધિવત રીતે સ્વીકાર્યું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, હું પક્ષમાં એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને પક્ષ મને જે પણ જવાબદારી સોંપશે એ જવાબદારી હું પક્ષના એક સૈનિક અને નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે અન્ય કાર્યકર્તાઓની સાથે રહીને નિભાવીશ. હાર્દિક પટેલે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સમાજની લડતની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો અને જ્યાં પણ કોઈ સરકાર કોઈપણ અન્યાય કે અત્યાચાર કરે અથવા બંધારણથી વિપરીત નિર્ણય કરે કે પછી બંધારણ વગરના કાયદા બનાવે ત્યારે તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પક્ષની જેમ જ તેણે અનેક કાર્યક્રમો અને પ્રયાસો કર્યા છે. ત્યારે પાર્ટી દ્વારા હાર્દિક પટેલને એક લોકપ્રિય નેતા અને યુવા આગેવાન તરીકે જ્યાં પણ પ્રચારની કામગીરી સોંપવામાં આવશે તે હાર્દિક પટેલ ઉપાડશે. તેનો મતલબ કે તેને ટિકિટ આપવામાં નહીં આવે. તે પક્ષનો માત્ર પ્રચાર કરશે. આમ હાર્દિક પટેલને હવે વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp