બિપરજોય ચક્રવાતમાં મદદ વચ્ચે રિવાબા જાડેજાની તસવીર પર સવાલ, જાણો કારણ

PC: navbharattimes.indiatimes.com

ભારતીય ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી ધારાસભ્ય છે. ગુજરાતમાં સમુદ્રી ચક્રવાત બિપરજોય વચ્ચે રિવાબા જાડેજા ચર્ચામાં આવી ગયા છે. તે મહાતોફાનને પહોંચીવળવાની તૈયારીમાં ગયા અઠવાડિયાથી જામનગરમાં સક્રિય છે અને લોકોની મદદ કરી રહ્યા હતા. તેમની તસવીરો પણ સામે આવી હતી, પરંતુ રિવાબા જાડેજાના કેટલાક નમકિનની પેકેટ ઉપર તસવીરો લાગેલી પણ સામે આવી છે.

આ તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ સામે આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે એવી અપત્તિમાં મદદ તો બરાબર છે, પરંતુ પેકેજ પર તસવીરની શું જરૂરિયાત છે. જ્યારે આ તસવીરોની હકીકતની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, બિપરજોય સંકટમાં જરૂરિયાતમંદ લોકોને વહેંચાતા નમકીનના પેકેટો પર રિવાબા જાડેજાની તસવીરો ચોંટાડી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરો સાચી છે.

આ તસવીરોને પોતે રિવાબા જાડેજાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી શેર કરી છે. તેમાં તેણે લખ્યું કે, સેવા જે એક વિકલ્પ છે. એ હેઠળ ચક્રવાતની સંભવિત અપત્તિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે મારા દ્વારા ભોજનના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાં વોર્ડ નંબર-3ના પદાધિકારીઓને તેમના સહયોગ માટે આભાર માનું છું.

બિપરજોય વાવાઝોડાની અસર આખા દેશમાં જોવા મળી. તેણે ઘણી જગ્યાએ તબાહી મચાવી દીધી. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં તેજ હવાઓ સાથે વરસાદનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. માત્ર જામનગરમાં જ 20 હજારથી વધુ લોકો પર આ તોફાનની અસર પરી છે. રિવાબા જાડેજાએ લોકોની મદદ કરી રહી છે. તેણે ટ્વીટ કરતા તસવીરો શેર કરી અને લખ્યું કે, આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ આપેલી સેવાની સંસ્કૃતિ પ્રમાણે હું અને મારી ટીમ દિવસ-રાત કાર્યરત છીએ. 10 હજારથી વધારે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી રહી છું, જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ અન્ન કે જળ વિના ના રહેવું પડે.

રિવાબા જાડેજા પહેલી વખત જામનગર ઉત્તર સીટ પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત હાંસલ કરી હતી. રિવાબા જાડેજા ગયા મહિનાના અંતમાંમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની જીત બાદ પોતાના સાડીવાળા લૂકને લઈને ચર્ચામાં આવી હતી, પરંતુ સંકટના સમય બાદ ભોજનની સામગ્રી પર ફોટો લગાવવા લઈને તેમની નિંદા થઈ રહી છે. મુશ્કેલીમાં મદદ કરવાનો તેમના પ્રયાસને લોકો યોગ્ય બતાવી રહ્યા છે, પરંતુ તસવીર યોગ્ય નથી. એવામાં કમેન્ટ પણ લોકો કરી રહ્યા છે, સાથે જ લોકો મદદ માટે વખાણ પણ કરી રહ્યા છે. રિવાબા જ્યારે ચૂંટણી પ્રચારમાં ઉતરી હતી તો નણંદ નયનાબા જાડેજા જે કોંગ્રેસના નેતા છે. તેમણે રિવાબાના વિરોધમાં પ્રચાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp