મગફળી અગ્નિકાંડમાં રાજકીય માથાની સંડોવણી શોધવા સર્વપક્ષીય સમિતિ બનાવો

PC: chitralekha.com

 કચ્છમાં સરકારી ગોડાઉનમાં લાગેલી આગમાં 62 હજાર બોરી મગફળી સળગી જવાની ઘટનામાં પણ રાજકીય વ્યક્તિઓના હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે ગોડાઉનમાં આગ લાગી હતી તે ગામના બીજા ગોડાઉનમાંથી મગફળી ચોરી કરાતી હોવાનું પણ બહાર આવ્યું છે.

25 બોરી મગફળી ગોડાઉનમાંથી બહાર કાઢીને તે બજારમાં વેચવા જતાં એક વ્યક્તિને વેપારીઓએ પકડી લીધો છે. રૂ.12 કરોડની મગફળી સળગવાની ઘટના અને વેચવાની ઘટનામાં કોઈ ચોક્કસ સંડોવાણી હોવાનું માનવામાં આવે છે. તેથી સર્વપક્ષીય તપાસ કરવાની માંગણી કરી છે. ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધિકારીઓ અને રાજકારણીઓ સાથે મળી ગયો હોય તો આ તપાસમાં શોધી શકાય તેમ છે. આ બન્ને ઘટનામાં કંઈક રંધાય રહ્યું છે.

કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામમાં અવાવરુ સ્થળે આવેલાં ગોડાઉનમાં કૌભાંડ અનેક રીતે થયા છે. તેથી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યાં છે કે તમામ પક્ષના સભ્યોની એક સમિતિ બનાવવામાં આવે અને તેની તપાસ કરી સરકારને તેનો અહેવાલ આપવામાં આવે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp