સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદથી ખરીફ પાક પર પાણી ફર્યુ, ખેડૂતોને મોટી આર્થિક ખોટ

PC: sandesh.com

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. મોટા પ્રમાણમાં ખેતરમાં પાણી ભરાઈ જતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સ્થિતિ એવી બની છે કે, ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો વરસાદે છીનવી લીધો છે. જામનગર, રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણએ કપાસ, કઠોળ, મગફળી, જીરૂ તથા તલના પાકને 25થી 30 ટકા જેટલું નુકસાન થયું છે.

કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હજું એક બે દિવસ વરસાદ પડશે તો સ્થિતિ કફોડી થશે. જોકે, વરસાદ રોકાયા બાદ એક કે બે દિવસ પછી પાકની વાસ્તવિક સ્થિતિનો ખ્લા આવે છે. કપાસના છોડમાં ફૂલ ખરી જવા સાથે કપાસ તૈયાર થયો હતો. પણ વરસાદને કારણે પહેલો પાક નિષ્ફળ જવાથી ફટકો પડ્યો છે. જોકે, ભારે વરસાદને કારણે પહેલો પાક નિષ્ફળ ગયો હોવાના રીપોર્ટ છે. આ વર્ષે હવામાન ખાતાએ સારા ચોમાસાની આગાહી કરી હતી.પણ ગુજરાતમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી. વરસાદ વહેલો ન થયો પણ ભાદરવામાં ભારે વરસાદથી આફત ઊભી થઈ હતી. વહેલો વરસાદ ન થતા ખરીફ પાકના વાવેતરમાં મોટો ઘટાડો થયો હતો. હવે પાક તૈયાર હતો ત્યારે વધારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. ગુજરાત સરકારના રીપોર્ટ અનુસાર 13 સપ્ટેમ્બર સુધીમાં કુલ 82.83 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું હતું. જે અગાઉના વર્ષમાં 85.11 લાખ હેક્ટરમાં હતું. વાવેતરનો વિસ્તાર ઘટવાની સાથે વરસાદની અનિયમિતતાથી ઉત્પાદન 20થી 25 ટકા નબળું રહ્યું છે. એવું મોટાભાગના અગ્રણીઓ જણાવે છે.

કાપણીના સમયમાં વરસાદને કારણે નુકસાની વધશે. કપાસ કેટેગરીમાં ખેડૂતોને ગત સીઝનમાં અંતે મણદીઠ રૂ.1500થી 1600ના ભાવ મળતા હતા. આ કારણે વહેલું વાવેતર કરી દેવામાં આવ્યું હતું. પણ હવે તો પાક તૈયાર હતો. ભારે વરસાદને કારણે પાક ધોવાઈ ગયો હતો. હવે બીજા વાવેતર માટે ખેડૂતોને સરેરાશ એક મહિનો લાગશે. વરસાદને કારણે મગફળીના પાકને પણ નુકસાન થયું છે. જે વિસ્તારમાં ભારે વરસાદ નથી ત્યાં ફૂગને કારણે પાકમાં રોગ લાગુ થયો છે. તો કેટલાક પાકમાં ભેજ આવી ગયો છે. જેથી હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી ગયું છે. જે વિસ્તારમાં જમીનું ધોવાણ થયું છે ત્યાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો પાક સંપૂર્ણ પણે ધોવાઈ ગયો છે. ચાર જિલ્લામાં મગફળીના પાકને 30થી 35 ટકા કપાસને 40થી45 ટકા તથા કઠોળ તથા તલને 40થી 45 ટકાનું નુકસાન છે. એવું ખેડૂતો કહે છે. એક બાજુ વરસાદની સરેરાશ ઘટ હતી. જે ચાર જિલ્લામાં પૂરી થઈ ગઈ છે. હવે શિયાળા કે ઉનાળામાં પાણીની કોઈ રીતે ઘટ નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp