શું તમને ખબર છે અરબી સમુદ્રની પહોળાઈ? જાણીને ચોંકી જશો

PC: Google.com

અરબી સમુદ્રનું ભારતીય નામ સિંધુ સાગર છે. ભારતીય ઉપમહાદ્વિપ અને ખાડી દેશો વચ્ચે અરબી સમુદ્ર પથરાયેલું છે. અરબી સમુદ્રનું પ્રાચીન નામ સિંધુ સાગર હતું. આ નામ સિંધુ નદી સમુદ્રને મળતી હોવાથી પડ્યું હતું. ઉર્દુ અને ફારસીમાં આને બહરે અલ અરબ પણ કેહવામાં આવે છે. બ્રિટના ભૂગોળવેતા અને પ્રાચીનકાળમાં યાત્રા કરનારા સાગર ખેડુઓ ઈરીથીયન સાગર તરીકે પણ ઓળખાવે છે.

અરબી સમુદ્રની બે મહત્વપૂર્ણ શાખા છે. દક્ષિણ-પશ્ચિમમાં એડનની ખાડી, રેડ સીથી લઈ અલ મંડેબના કાંઠાએ ખંખોળે છે અને ઉત્તર પશ્ચિમમાં ઓમાનની ખાડી, ફારસની ખાડી સાથે જોડાયેલું છે. જ્યારે ભારતીય તટ પર ખંભાતની ખાડી, કચ્છ અને મન્નાર સુધી વિસ્તરેલું છે.

અરબી સમુદ્ર પર જે દેશ વસ્યા છે તેમાં સોમાલીયા, યમન, ઓમાન, પાકિસ્તાન, ભારત અને માલદીવ છે. માલે, કાવરત્તી, કેપ કોમોરીન(કન્યાકુમારી), કોલહેલ, કોવલમ, થિરુવનંથપુરમ, કોલ્લમ, અલાપુઝા, કોચ્ચી, કોઝીકોડ, કન્નુર, કાસાગોડ, મેંગ્લોર, ભટકલ, કરવાર, વાસ્કો, પાનીઝમ અને માલવણ જેવા અનેક શહેરો અરબી સમુદ્રના કાંઠે વસેલા છે.

આ ઉપરાંત અરબી સમુદ્ર પર રત્નાગીરી, અલીબાગ, મુંબઈ, દમણ, વલસાડ, સુરત, ભરુચ, ખંભાત, ભાવનગર, દિવ, સોમનાથ, મંગોલ, પોરબંદર, દ્વારકા, ઓખા, જામનગર, કંડલા, ગાંધીધામ, મુંદ્રા, કોટેશ્વર, કેતી બંદર જેવા ગુજરાતના શહેરો વસેલા છે. સૌથી વધુ શહેરો ગુજરાતના અરબી સમુદ્ર પર વસેલા છે. આ સિવાય કરાચી, ઓરમારા, પાસની, ગ્વાદર, ચબહાર, મસ્કત, દુક્કમ, સલાલાહ, અલ ગ્યાદાહ, એડન, બારગર્લ અને હૈફુન જેવા શહેરો અરબી સમુદ્રનાં તટે આવેલા છે.

અરબી સમુદ્રનો આકાર ટ્રાયેન્ગ્યુલર છે. ત્રિકોણીય આકારમાં અરબી સમુદ્રની સપાટીને તારવવામાં આવી છે. 17મી શતાબ્દીમાં જે નક્શો એરિથ્રેઅન સમુદ્રના પેરિપ્લસ સ્થળને દર્શાવે છે. અરબી સમુદ્રની સપાટી અંદાજે 38,62,000 કિમી( 1,41,1330 માઈલ્સની છે. તેની પહોળાઈ અંદાજે 2400 કિમી(1,490 માઈલ)ની છે. જ્યારે અરબી સમુદ્ર 4,652 મીટર(15,262 ફૂટ) પહોળું છે. અરબી સમુદ્રને મળતી સૌથી મોટી નદીમાં સિંધુ નદી સામેલ છે. સિંધુ ઉપરાંત નર્મદા, તાપી જેવી નદી પણ અરબી સમુદ્રને મળે છે.

અરબી સમુદ્રના તટે ભારત ઉપરાંત ઈરાન, ઓમાન, પાકિસ્તાન, યમન અને સંયુક્ત અરબ અમીરાત મહત્વના દેશો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp