રાજકોટમાં બે ડિગ્રી વગરના ડૉક્ટરો ઝડપાયા, બેમાંથી એક અગાઉ બે વખત પકડાયો હતો

PC: Youtube.com

કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થાય તો તે પોતાની સારવાર કરાવવા માટે ડૉક્ટર પાસે જતા હોય છે પરંતુ ઘણી વખત ડિગ્રી વગર બની બેઠેલા ડૉક્ટર દર્દીઓના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાંથી બે બોગસ ડૉક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયા છે. મહત્વની વાત છે કે, નકલી ડૉક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે માંથી 1 ઈસમ અગાઉ બે વખત પકડાઇ ચૂક્યો છે છતાં પણ તેને પોતાની ભૂલ સુધારવાના બદલે આ ભૂલ ચાલુ રાખી અને ત્રીજી વખત તેની ધરપકડ થઈ છે. 

રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટના ભાવનગર રોડ પર આવેલા ભારત નગરમાં બે ઈસમો ડિગ્રી વગરના ડૉક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને પોતાનો આર્થિક લાભ મેળવી રહ્યા છે. જેથી પોલીસ દ્વારા ભારત નગરમાં આવેલા સદગુરુ ક્લિનિક નામના દવાખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન રાજકોટ ભવનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર જોટંગીયા નામના ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. નરેન્દ્ર પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પણ તે લોકોને એલોપેથી દવા આપતો હતો આ ઉપરાંત પોલીસને દવાખાનામાંથી 4554 રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. 

આ ઉપરાંત પોલીસ દ્વારા આજ વિસ્તારમાં સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં દરોડો કરવામાં આવ્યો હતો પોલીસે સાંઈ ક્લિનિકમાં દર્દીની સારવાર કરી રહેલા મનોજ ઠાકુર નામના વ્યક્તિ પાસેથી ડૉક્ટરના ડિગ્રીની માગણી કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું સામે આવ્યુ હતું. તેથી પોલીસે સાંઈ ક્લિનિકમાંથી પણ નકલી ડૉક્ટર બની દર્દીઓની સારવાર કરનાર મનોજ ઠાકુર નામના ઇસમની ધરપકડ કરી હતી અને પોલીસે સાંઈ ક્લિનિકમાંથી 14259 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે મનોજ ઠાકુર નામનો ઇસમ અગાઉ પણ ઘણી વખત આજ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. 

મહત્વની વાત છે જે કોરોનાની મહામારી વચ્ચે પણ રાજ્યના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાંથી આ જ પ્રકારે નકલી ડૉકટરોનો દર્દીઓની સારવાર કરતાં પોલીસના હાથે ઝડપાયા હતા. બીજી તરફ આવા નકલી ડૉક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માગણી ઉઠી છે જેથી ભવિષ્યમાં બીજી વખત આવા લોકો દર્દીના આરોગ્યની સાથે ચેડા ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp