ATSએ દ્વારકાના એક ગામમાંથી 15 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

PC: thejournal.ie

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાત ATS અને SOGને રાજ્ય વ્યાપી ઝૂંબેશ ચલાવવા માટે આદેશો આપવામમાં આવ્યા હતા. આ બાબતે ATSએ શરૂ કરેલી કામગીરી દરમિયાન દ્વારકાના જામ સલાયા ગામના વાડી વિસ્તારમાં કેટલાક સખ્સો ડ્રગ્સ સપ્લાયની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે ATS દ્વારા આ વિસ્તારની આસપાસ બે દિવસથી વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન ATSને સોડસલા ગામના એક ફાર્મ હાઉસમાં ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હોય તેવી માહિતી મળી હતી.

માહિતીના આધારે ATS આ ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ATS દ્વારા 15 કરોડથી વધુની રકમનો 5 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલે ફાર્મ હાઉસના માલિક સાથે અન્ય એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના કહેવા અનુસાર ATS દ્વારા જે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો એ જથ્થો હેરોઈન હોવાનું માનવામાં આવે છે અને આ જથ્થો પાકિસ્તાનમાંથી સપ્લાય થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. દ્વારકાના સોડસલા ગામમાં આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવતો હતો અને કોને કોને અને કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવવાનો હતો તે અંગે ATS દ્વારા અગામી દિવસોમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

સૂત્રોની માહિતી અનુસાર જે બે ઇસમોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે બંને ઇસમો ભૂતકાળમાં પણ આ જગ્યાએ મોટો ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા અને તે જથ્થાને ગુજરાતના અલગ અલગ શહેરોમાં પહોંચાડ્યો હતો. પરંતુ બીજીવાર આવેલો આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં પહોંચે તે પહેલા ATSએ રેડ કરી જથ્થો કબજે કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp