ગીર જંગલ બહાર ખેડૂતોની પરેશાની વધી

PC: justdial.com

ધારી તાલુકા પંચાયત કચેરીએ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની આગેવાનીમાં ધારી તથા ખાંભા તાલુકાના જંગલખાતાની જોહુકમીથી પરેશાન પ્રજાના પ્રશ્નો અંગે વન ખાતાના અધિકારીઓ અને તાલુકાના લોકો સાથે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં ઈકોસેન્સેટીવ ઝોન માટે રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને રહેણાક માટે બિનખેતીનું ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવતું નથી. એક અરજદારને ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવેલું છે, તો બીજા ખેડૂતોને કેમ નહીં.

બીન ખેતી રાજકીય ઈસારે કરી આપવામાં આવે છે. જંગલખાતું પોતાને સરકાર કરતા પણ ઉપર સમજે છે. તે માટે એક સમિતિની રચના કરી છે. જે ખેડૂતોને કુવો બનાવવા, રોડ-રસ્‍તાના પ્રશ્નો, વન્‍યપ્રાણીઓ ઘ્‍વારા થતાં પાકના નુકસાન, લોકોની જાનહાની જેવી બાબત હાથ પર લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp