રાજકોટ મનપા માછલીના શરણે, 2 લાખ માછલી આજી ન્યારી ડેમમાં નંખાઈ

PC: Dainikbhaskar.com

રાજકોટમાં પાણી શુદ્ધિકરણને લઈને મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ વસાવ્યા છે. છતાં પણ આ ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય એવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા હોવા છતાં પણ તંત્રએ કુદરતના શરણે પાણી શુદ્ધિકરણ કરવાનું નક્કી કર્યું છે કારણ કે ડેમોમાંથી સેવાળ દૂર કરવા માટે હવે તેમાં માછલી નાખવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના ડેમમાં પાણીની અંદર લીલ થઈ ગઈ હોવાના કારણે ફિલ્ટર થયેલું પાણી પણ પીળાશ પડતું આવી રહ્યું છે અને ફરિયાદો વર્ષો જૂની છે. તેથી ફરિયાદોના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રવાહકોએ ડેમમાંથી થતો સેવાળ દૂર કરવા માટે માછલીઓની મદદ લીધી છે. એટલે કે સેવાળ ખાઈ જતી ગ્રાસ સ્કાર્પ માછલીઓને ડેમમાં નાખવામાં આવશે. તંત્ર એ રાજકોટના આજી અને ન્યારી ડેમમાં 2 લાખ જેટલી માછલીઓનો ઉછેર કરવાનો નિર્ણય લીધો છે.

મહત્ત્વની વાત છે કે, ગ્રાસ સ્કાર્પ માછલીનો મુખ્ય ખોરાક સેવાળ હોવાના કારણે તેનો ઉછેર પાણીમાં કરવામાં આવતા પાણીમાંથી શેવાળ દૂર થશે તેવું તંત્રને લાગી રહ્યું છે. એટલા માટે ગ્રાસ સ્કાર્પ પ્રજાતિની બે લાખ જેટલી માછલીઓ ભુજ મત્સ્યઉદ્યોગ પાસેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મગાવવામાં આવી છે અને હાલ આ માછલીઓને આજી અને ન્યારી ડેમમાં નાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના નિર્ણયથી સેવાળના કારણે પીળાશ પડતા પાણીની વર્ષો જૂની ફરિયાદોનું નિરાકરણ આવશે તેવું લાગી રહ્યું છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના સદર, ભીલવાસ, પંચનાથ સહિતના વિસ્તારોમાં ફિલ્ટર થયેલું પાણી પણ પીળાશ પડતું આવતું હોવાની લોકોની વર્ષોથી ફરિયાદ રહી હતી. હવે આજી અને ન્યારી ડેમમાં બે લાખ જેટલી માછલીઓનો ઉછેર કરવામાં આવતા લોકોને એવી આશા છે કે, તેમની સમસ્યાનો અંત આવી જશે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે સૌની યોજના મારફતે બંને ડેમમાં નર્મદાના નીર ફાળવવામાં આવી રહ્યા છે. રાજકોટના મેયરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને નર્મદાના નીર બાબતે રજૂઆત કરી હતી. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશથી બે દિવસથી આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ બંને ડેમમાં દૈનિક 300 ક્યુસેક જેટલા પાણીનો જથ્થો આવી રહ્યો છે. નવા નિર સાથે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સેવાળની સમસ્યાનું નિરાકરણ આવે એટલા માટે આજી ડેમમાં ગ્રાસ સ્કાર્પ માછલીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp