ગુજરાત સરકારે રીક્ષાના ભાડા જાહેર કર્યા: રીક્ષાવાળાને આટલું ભાડું આપવું પડશે

PC: computerworld.bg

ગુજરાત સરકારે રાજ્યમાં મુસાફરોની અવરજવર માટે રીક્ષાના દર નક્કી કર્યા છે. તદ્અનુસાર શહેરી વિસ્તારમાં પરિવહન દરમિયાન પ્રથમ 1.2 કિ.મી.ના રૂ.15 અને ત્યારબાદના પ્રત્યેક અડધા કિ.મી.ના રૂ.2 નક્કી કરાયા છે. એટલે કે સરકારે એક કિમીના ચાર રૂપિયાનું ભાડું નક્કી કર્યું છે. 

આ ઉપરાંત પંદર કિલોથી ઓછા માલ સામાન માટે કોઇ ભાડુ લાગશે નહીં, ત્યાર બાદ પ્રત્યેક આર્ટીકલ દીઠ રૂ.1 ભાડુ વસુલાશે. વધુમાં વધુ 60 કિલોગ્રામની મર્યાદામાં સામાન લઇ જઇ શકાશે. આવો સામાન રીક્ષાની બહાર લટકતો હોવો જોઇએ નહીં.

શહેરી વિસ્તાર કે નગરપાલિકા વિસ્તારની બહાર જવા માટે દોઢું ભાડુ વસુલવામાં આવશે. આ સિવાય પ્રથમ પાંચ મિનિટ બાદ પ્રત્યેક પાંચ મિનિટના વેઇટીંગ ચાર્જ તરીકે રૂ.1 વસુલવામાં આવશે. મહત્તમ વેઇટીંગ સમય મર્યાદા શહેરની અંદરના વિસ્તાર માટે એક કલાક અને બહારના વિસ્તાર માટે બે કલાક રહેશે.

રાજ્યના બંદર અને વાહન વ્યવહાર વિભાગના આ અંગેના જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે રીક્ષાની મુસાફરી જે રાત્રીના 11.00 વાગ્યાથી વહેલી સવારના 5.00 વાગ્યા સુધીના સમયગાળામાં કરવામાં આવી હોય તો બેઝિક ભાડાના 50 ટકા સરચાર્જ તરીકે વસુલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp