ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ, પાછોતરા વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટ્યું

PC: khabarchhe.com

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 15-20 દિવસથી સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થવા પામ્યો છે. જો કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત વર્ષની સાથે છેલ્લા પાછોતરો વરસાદ થયો ન હોવાથી મગફળીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોય તેમ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 15-20 દિવસથી સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે. હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવકો જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે દુષ્કાળગ્રસ્ત વર્ષની સાથે પાછોતરો વરસાદ ન થતાં મગફળીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોય તેમ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગોંડલ માર્કેટ યાર્ડ હાલના સમયમાં મગફળીની 1 લાખ ગુણીની આવકો કરતા વધુ ગુણીની આવકો સાથે મગફળીથી ઉભરાતું જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોના મગફળીના પાકના ઉત્પાદનમાં જોવા મળેલા ઘટાડાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની રોજિંદી આવક માત્ર 20 હજાર ગુણીની થઈ છે.

સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં પડેલા ઓછા વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાને કારણે માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઓછી થઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં પણ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ખૂબ જ ઓછી થશે તેવી દહેશત પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે, ત્યારે માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 700થી 1020 રૂપિયા સુધીના બોલાઈ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સૌરાષ્ટ્રભરમાં મગફળીનું અઢળક ઉત્પાદન જોવા મળ્યું હતું. પરંતુ ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળ્યા ન હતાં. આ વર્ષે ખેડૂતોને મગફળી પોષણક્ષમ ભાવો મળી રહ્યાં છે ત્યારે મગફળીના ઉત્પાદનમાં મોટું ગાબડું પડ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં માર્કેટ યાર્ડમાં મગફળીની કેવી આવક જોવા મળશે તે હવે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp