પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક નિર્ણય

PC: dnaindia.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેનાથી અનેક વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાઈ ગયા છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થીઓના પરીક્ષા સીટ નંબર જમ્લિંગ કરીને ગોઠવણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક કોલેજના વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવું પડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનારી આગામી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઈને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓના પરીક્ષા સીટ નંબર જમ્લિંગ કરીને બેઠક વ્યવસ્થા ગોઠવાશે. જેથી એક કોલેજના વિદ્યાર્થીએ બીજી કોલેજમાં પરીક્ષા આપવા જવું પડશે. જેનાથી વિદ્યાર્થીઓને મુસાફરી, વાંચન વગેરેમાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત યુવતીઓ અત્યાર સુધી પોતાની કોલેજમાં પરીક્ષા આપતી હોવાના કારણે પૂરી રીતે સુરક્ષિત હતી. ત્યારે હવે યુવતીઓએ અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવાનું હોવાથી સુરક્ષાને લઈને પણ મૂંઝવણ અનુભવી રહી છે.

યુનિવર્સિટી દ્વારા જમ્લિંગ સિસ્ટમનો નિર્ણય કરવા પાછળ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા લેવાનું કારણ આગળ ધરવામાં આવ્યુ છે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓને કેટલા અંશે મુશ્કેલી પડશે તે વિચારવાનું કદાચ નિર્ણય કરનારાઓ ભૂલી ગયા હશે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ માટે દરેક મિનિટ કિંમતી હોય છે. કારણ કે તે સમયે વાંચન કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવાની હોવાથી વિદ્યાર્થીઓનો સમય વેડફાશે. જેની અસર સીધી તેમના પરિણામ પર પડી શકે છે. આ પહેલાં પણ યુનિવર્સિટી દ્વારા કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ પરીક્ષા આપવાનો નિર્ણય કરાયો હતો. અંતે રાજ્યપાલના સૂચનથી નિર્ણય રદ કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp