બનાસકાંઠામાં પતિએ પત્નીની યાદમાં બંધાવ્યું મંદિર

PC: tv9gujarati.com

કહેવાય છે ને કે એક સ્ત્રી બે કુળ તારે, એક તો તેના માતા-પિતાનું ઘર, જ્યાં તેનો જન્મ થયો, તેનું પાલન પોષણ થયું અને જે ઘરમાં હસતી ખેલતી કૂદતી મોટી થઈ અને પછી લગ્ન બાદ ત્યાંથી વિદાઇ થઈ. અને બીજું એ ઘર જ્યાં તે પરણીને ગઈ હોય. જે ઘરમાં પરણીને તે ગઈ હોય ત્યાં પ્રેમ, સાથે સુખી સંપન્નતા હોય તો પછી જિંદગીમાં વધુ શું જોઈએ? સાથે જ ઘરમાં બાળકોની કિલકારીઓ હોય તો પછી જિંદગી ખૂબ નિરાળી હોય છે, તો કેટલાક એવા પરિવારો પણ હોય છે, જ્યાં લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે. તો કેટલાક પોતાના વ્હાલાની સ્મ઼તિ કેટલાક એવા કામો કરતા હોય છે જે આંખે વળગે છે

તમે માતા માટે કે પછી કોઈક વ્હાલી વ્યક્તિ પોતાની વચ્ચેથી જતી રહ્યા બાદ તેની યાદમાં તેની સ્મૃતિ રૂપે કંઈક ને કંઈક બનાવતા જોયા હશે અથવા તો તેમની યાદમાં કોઈક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, જેમ શાહજહાંએ તેમની બેગમ માટે તાજમહલ બનાવ્યો અને આજે તે દુનિયાની અજાયબીઓમાંથી એક છે. તેમ બનાસકાઠામાં એક વ્યક્તિએ તેની પત્ની માટે મંદિર બનાવ્યું છે. તેના પરથી લાગે છે કે તે તેની પત્નીને કેટલો ચાહતો હશે.

સામાન્ય રીતે લોકો દેવી દેવતાઓ, ભગવાન, સંતો મહંતો, ગુરુજનો કે માતા પિતાનું મંદિર બનાવતા હોય છે, પરંતુ કોઈ પત્નીનું મંદિર બનાવે તેવું તમે ક્યારેય સાંભળ્યું છે? બનાસકાંઠાના પછાત વિસ્તારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ પોતાની મૃત પત્નીની યાદમાં મંદિર બનાવ્યું છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે રહેતા ગોવિંદભાઈ બજાણીયાના વર્ષ 2009માં વર્ષાબેન સાથે લગ્ન થયા હતા. વર્ષાબેનને હૃદયના વાલ્વની બીમારી હતી.

વર્ષ 2018માં અચાનક વર્ષાબેનની તબિયત વધુ બગડી જતા કોમામાં જતી રહી હતી. તેથી પત્નીની સેવા માટે ગોવિંદભાઈએ નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે વર્ષ 2019માં વર્ષાબેનનું નિધન થતા ગોવિંદભાઈ પર જાણે આભ તુટી પડ્યું હતું. વર્ષાબેનને સ્મશાનમાં જ્યાં સમાધિ આપવામાં આવી હતી. ત્યાં ગોવિંદભાઈએ તેમની પત્નીના યાદમાં મંદિર બંધાવ્યું છે. ગોવિંદભાઈ મંદિરની દેખરેખ રાખે છે અને સવાર-સાંજ પૂજા પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp