જામનગરમાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી, લાશને અર્ધનગ્ન કરી...

PC: express.co.uk

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અવાર નવાર હત્યા, મારામારી, ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જામનગરના લાલપુર તાલુકામાં આવેલા ગજણા ગામના સીમ વિસ્તારમાંથી પોલીસને એક યુવકનો હત્યા કરાયેલી હાલમાં અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહને કબજે લઇને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન યુવકની હત્યા કરનારા બે ઇસમોની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ યુવકની હત્યા આડાસંબંધના કારણે કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર જામનગરની લાલપુર પોલીસને ગુરુવારે સવારના સમયે ગજણા ગામની સીમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસેથી પોલીસને પાકીટ કે, મોબાઈલ મળ્યા ન હતા અને તેથી મૃતદેહ કોનો છે તે ઓળખ ન થઇ શકી નહોતી. પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તબક્કે લૂંટની આશંકા વ્યક્તિ કરીને લૂંટ અને હત્યાની કલમો અનુસાર ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવકનું નામ જયેશ મઘોડીયા છે અને તેની ઉંમર 27 વર્ષની છે. જયેશ લાલપુર તાલુકામાં આવેલા રાફુદળ ગામમાં રહેતો હતો.

પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય દંપતીને કોઈ વાતને લઇને માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ બાબતે વાડીના માલિકે સરપંચને જાણ કરી હતી અને ત્યારબાદ સરપંચ દ્વારા મૃતકના ભાઈને માહિતી આપવામાં આવી હતી. તેથી મૃતકના ભાઈએ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપતા પોલીસ વાડીએ તપાસ કરવા માટે પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે, વાડીમાં રહેલા બે પરપ્રાંતિય શખ્સ તેમણે વતન જવા માટે નીકળી ગયા છે. તેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને MP જવા નીકળેલા બંને ઇસમોની શોધખોળ કરીને બંનેને પકડી લીધા હતા. આ બંને ઇસમોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક યુવકને પરપ્રાંતિય યુવકની પત્ની સાથે આડાસંબંધ હતા. જેના કારણે તેની હત્યા કરીને લાશને અર્ધનગ્ન હાલતમાં ફેંકી દીધી હતી અને મોઢું બોથડ પદાર્થ વડે છૂંદી નાંખ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર બંને ઇસમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp