અમરેલી લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના નિવેદનથી રાજકારણમાં ભડકો

PC: iffco.in

અમરેલી લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સંઘાણીએ કહ્યું કે, હું પોતે મારો નાર્કોટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. બીજા બધાના પણ નાર્કોટેસ્ટ કરાવો.

અમરેલીના લેટરકાંડમાં પકડાયેલા ભાજપના કાર્યકર મનીષ વઘાસિયા જેલમાંથી બહાર આવ્યા પછી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા લેટરકાંડમાં સંડોવાયેલા છે એવું બોલાવવા પોલીસે મારી પર દબાણ કર્યું હતું અને માર પણ માર્યો હતો. સંઘાણીએ કહ્યું કે, પોલીસ કોઇ સામાન્ય વ્યક્તિના કહેવાથી આવું કૃત્ય કરે નહીં. કોઇ પોલીસ અધિકારી અથવા રાજકીય અધિકારીના કહેવાથી પોલીસે કર્યુ હશે. સંઘાણીએ માંગ કરી તે આ ઘટના માટે સીટીંગ જજ અથવા નિવૃત જજને તપાસ સોંપવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp