VIDEO: લોકાર્પણ પહેલા જ જૂનાગઢ નવી સિવિલ હોસ્પિટલ થઈ પાણી-પાણી

જૂનાગઢમાં મેધરાજાએ પોતાની ઇનિંગની શરૂઆત કરી છે ત્યારે જૂનાગઢમાં બનાવવામાં નવી સિવિલ હોસ્પિટલના બાંધકામમાં દાખવવામાં આવેલી બેદરકારી છતી થઈ ગઈ છે. થોડો વરસાદ આવવાના કારણે જ વરસાદી પાણી હોસ્પિટલમાં ફરી વળ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલનું લોકાર્પણ હજી તો આગામી 20 જુલાઈના રોજ થવાનું છે. હોસ્પિટલ બન્યા પછી હોસ્પિટલનું પહેલું ચોમાસુ છે અને પહેલા જ ચોમાસામાં હોસ્પિટલમાં ડોક્ટરની રૂમ અને સારવાર વોર્ડમાં પાણી ફરી વળ્યાં છે. હોસ્પિટલના આવા દૃશ્યો જોઈને તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હોસ્પિટલ બનાવનાર એન્જિનિયરની અણઆવડતના કારણે જૂનાગઢ મહાનગર પાલિકાના દ્વારા હોસ્પિટલ બનાવવા માટે વપરાયેલા લાખો રૂપિયા પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

જૂનાગઢમાં બનાવવામાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં રોગોની સારવાર માટે ઘણી આધુનિક સુવિધાઓ પણ કરવામાં આવી છે અને હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ અહીં બનાવામાં આવી છે. આ હોસ્પિટલને લોકાર્પણ પહેલા જ શરુ કરી દેવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે હોસ્પિટલની તમામ બારીઓમાંથી વધારે પ્રમાણમાં વરસાદનું પાણી હોસ્પિટલમાં પ્રવેશવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp