જૂનાગઢ PSIની કાર ડીવાઇડર સાથે ભટકાઇ, ટ્રેનિંગ લઇને ઘરે જતા હતા, અકસ્માતમાં મોત

PC: divyabhaskar.co.in

ગુજરાત પોલીસ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે, ગાંધીનગરમાં 3 દિવસની ટ્રેનિંગ લઇને જૂનાગઢના એ  ડિવીઝનના PSI  કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. સાયલા નજીક PSIની કાર ડિવાઈડર સાથે એટલી જોરથી ભટકાઇ હતી કે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને કારણે ગુજરાત પોલીસમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

જૂનાગઢના એ ડિવીઝનમાં PSI તરીકે ફરજ બજાવતા એ કે. પરમાર 3 દિવસની ટ્રેનિંગ માટે ગાંધીનગર આવ્યા હતા. તેમને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનની ટ્રેનિંગ માટે ગાંધીનગર આવવાનું થયું હતું. 3 દિવસની તાલીમ પુરી થઇ પછી PSI પોતાની કારમાં જૂનાગઢ જઇ રહ્યા હતા. તે વખતે તેમની કાર સુરેન્દ્રનગર લીંબડી રોડ પર સાયલા પાસે ઘડાકાભેર ડીવાઇડર સાથે ભટકાઇ હતી અને પળવારમાં PSI કાળનો કોળિયો બની ગયા હતા.

PSI એ કે પરમાર પોતાની સફેદ કલરની હોન્ડા Astra કારમાં જઇ રહ્યા હતા ત્યારે ગાડીનું બેલેન્સ ચૂકી ગયા હતા અને તેમની કાર ડીવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી. તમે તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કારની આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. એના પરથી આઇડિયા આવી રહ્યો છે કે PSIને ગંભીર અસ્માત નડ્યો છે.જાણવા મળેલી માહિતી મુજબ PSI જે રોડ પરથી પસાર થઇ રહ્યા તે રસ્તા પર ઘોર અંધારું હતું. અકસ્માતની જાણ થતા આજુબાજાના લોકો ભેગા થઇ ગયા હતા.

PSI એ. કે. પરમારના પરિવારજનો તેમના પરત ફરવાની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ તેમને શું ખબર કે તેમનો વ્હાલસોયો સ્વજન હવે પાછો નથી આવવાનો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp