ખેડૂત ન હોવા છતાં ખેડૂત બની ગયા

PC: guardian.ng

રાજકોટનાં ગોંડલ તાલુકાના સરવે નંબર 266-2, ખેતીની જમીનમાં કાયદાનાં નિયમોનું ઉલ્લંઘન કરી એક સરકારી કર્મચારી કિરણભાઈ વ્રજલાલ દવે વિસ્તરણ અધિકારી ખેડૂત ન હોવા છતાં ખેડૂતનો હક્ક મેળવેલો હોવાથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમનાં દાદા સ્વ. શંકર બેચર દવે ઉપરોક્ત સરવે નંબર 266-2માં ખેડૂત હતા,  ત્યાર બાદ  તેમના વારસદાર તરીકે તેમના સીધી લીટીનાં તમામ વારસદારોનું જ નામ હોવું જોઈએ, તે નથી. પરંતુ તે સમયે કે. વી. દવેએ પોતાના – રેવન્યૂ વિભાગનાં ગ્રામસેવકની નોકરી સમયે તેમના કાકા સ્વ. ધીરજલાલ શંકરભાઈ દવેનાં નામ ઉપર કરાવી હતી. પોતાના પિતાજી ખેડૂત ન હોવા છતા, પોતે ખેડૂત થયેલ છે. રાજકોટ ડી.ડી.ઓ. અને કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. બધી જ બાબતો ગોંડલ મામલતદાર રેકોર્ડ ઉપર છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં અમિતાભ બચ્ચનનાં કેસમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp