લાઠીના યુવક સાથે લગ્ન કરીને લૂંટેરી દાગીના લઈ ભાગી ગઈ, પોલીસે કરી 6ની ધરપકડ

PC: Dainikbhaskar.com

રાજ્યમાં અવાર નવાર લુટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવે છે. લગ્ન બાદ લુટેરી દુલ્હન યુવક અને તેના પરિવારજનોને છેતરીને ઘરમાંથી લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના લઈને ભાગી ગઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ લુટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો અમરેલીના લાઠી તાલુકામાં સામે આવ્યો છે. આ યુવકના ઘરમાંથી લૂંટેરી દુલ્હન રોકડા રૂપિયા અને ઘરેણા લઈને ભાગી ગઇ હતી. આ મામલે ભોગ બનનારી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરે છે.

રિપોર્ટ અનુસાર અમરેલીના લાઠી તાલુકામાં ભુરખીયા ગામ આવેલું છે. આ ગામમાં લાલજી સગર નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. લાલજી સગરનો સંપર્ક જામનગરના ધામેલ રોડ પર રહેતા કનુ ગુજરાતી સાથે થયો હતો. કનુ ગુજરાતી લાલજીને લગ્ન કરવા માટે એક યુવતી છે તેવું જણાવ્યું હતું. તેથી લાલજી કનુની વાતમાં આવી ગયો હતો અને તેનો ચેતના નામની એક છોકરી સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ લાલજીએ કનુને 1.75 લાખ રૂપિયા જેટલી રકમ આપીને ચેતનાની સાથે ફુલહાર કર્યા હતા.

લગ્ન કરીને ચેતના લાલજીના ઘરે આવી હતી. થોડા દિવસો બાદ તે ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. તેથી છેતરપિંડીનો ભોગ બનનાર લાલજીએ આ સમગ્ર મામલે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે લાલજીની ફરિયાદ લઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, લાલજીએ જે ચેતના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે યુવતીનું મૂળ નામ મનીષા ગોહિલ હતું અને યુવતી વડોદરાની છે. તેથી પોલીસે મનીષા અને અન્ય પાંચ ઇસમોની ધરપકડ કરી છે આ 5 ઈસમોમાં મનીષાનો પતિ ભાવેશ ગોહિલ, કનુ ગુજરાતી, ભગવાન પરમાર, મનોજ ચૌહાણ અને રાજેશ પઢીયારનો સમાવેશ થાય છે.

પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ તમામ ઈસમોએ આ જ પ્રકારે અન્ય જગ્યાઓ પર પણ યુવકોને લગ્નની લાલચ આપીને તેમની પાસેથી પૈસા અને દાગીના પણ પડાવ્યા હતા. તો બીજી તરફ પોલીસની વધુ પુછપરછ દરમિયાન કપડવંજમાં રહેતા નગીન પટેલ અને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી મીના નામની મહિલાનું નામ પણ ખૂલ્યુ હોવાથી લાઠી પોલીસે આ ઈસમોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp