ભારે વિવાદ: મણિશંકર અય્યરે કહ્યું કે PM મોદીની માનસિકતા નીચ પ્રકારની

PC: indiatoday.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી પર આકરા અને તીવ્ર પ્રહારો કર્યા હતા. દરેક સભામાં નેહરુ અને ગાંધી પરિવારનું નામ લઈ વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા શાબ્દીક હુમાલનાં કારણે અય્યરે વડાપ્રધાન પર સીધો જાતિવાચક હુમલો કરતા કોંગ્રેસે બેકફૂટ પર આવી જવાની નોબત આવી છે.

ગુજરાત ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર પર કરેલા શાબ્દીક હુમલાનો વડાપ્રધાન મોદીએ સુરતનાં લીંબાયત ખાતે સણસણતો જવાબ આપ્યો છે પણ તે પહેલા મણિશંકર અય્યરે શું કહ્યું તે જાણવા જરૂરી છે.

મણિશંકર અય્યરે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા હતી તેને સાકાર કરવામાં એક વ્યક્તિનું સૌથી મોટું યોગદાન હતું. અને તે વ્યક્તિ જવાહરલાલ નેહરુ હતી. હવે બાબા સાહેબ આંબેડકર ભવનનાં ઉદ્ધાટન દરમિયાન નેહરુ અને ગાંધી પરિવાર પર ગમે તેમ આક્ષેપો કરતો આ માણસ નીચ માનસિકતા ધરાવે છે. યે આદમી નીચ કિસ્મ કા આદમી હૈ, ઉસમે કોઈ સભ્યતા નહી હૈ. આવા મોકા પર ગંદી રાજનીતિ કરવાની શું આવશ્યકતા રહેલી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp