ગાંધીધામના ધર્મેન્દ્ર રાજપૂતની હત્યા કયા ધારાસભ્યે કરાવી

PC: .facebook

તાજેતરમાં ગાંધીધામના કુખ્યાત ધર્મેન્દ્ર રાજપૂતની અંજાર આદિપુર રોડ ઉપર જાહેરમાં તલવાર વડે હત્યા કરવાનો ગુનો ગાંધીધામ પોલીસમાં નોંધાયો હતો સરેઆમ થયેલી હત્યા બાદ દોડી આવેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ હત્યામાં સામેલ કુલ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓને ઝડપી લીધા છે જોકે આ હત્યા કચ્છના એક ધારાસભ્યના ઇશારે થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

જમીનના ઝઘડામાં ધર્મેન્દ્ર રાજપૂતના ઘરે આવેલા પાંચ શખ્સોએ વાતચીત બાદ ધર્મેન્દ્ર સાથે ઝઘડો કર્યો હતો અને તેની ઘરની જાહેર રસ્તા ઉપર તલવારના ઘા મારી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી જે પ્રકારે જાહેરમાં હત્યા થઈ તે દર્શાવે છે કે હત્યારાઓ લોકોને ધમકી આપવા માગતા હતા કે જો તેમની સામે પડ્યા તો તેમના હાલ ધર્મેન્દ્ર જેવા થશે. આ અંગે ધર્મેન્દ્રની પત્નીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ધર્મેન્દ્રને છેલ્લા કેટલાક દિવસથી ફોન પર ધમકી મળી રહી હતી ત્યારબાદ હત્યા કરવા આવનાર લોકો સમાધાનના બહાને ધર્મેન્દ્રના ઘરે આવ્યા હતા અને ઘરની બહાર કાઢી જાહેરમાં તેની હત્યા કરવામાં આવી હતી

આ મામલે હરકતમાં આવેલી એલસીબીએ આરોપીઓને ઝડપી કોર્ટ સામે રજૂ કરી સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સૂત્રોની જાણકારી પ્રમાણે હત્યારાઓ જે કારણ આપી રહ્યા છે તેના કરતા જુદા જ કારણસર ધર્મેન્દ્રની હત્યા થઈ છે. ધર્મેન્દ્રનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે અને કોઈ મોટા માથા સાથે જમીન ખરીદવાના મામલે હપ્તાની વેચાણના મામલે ઝઘડો હતો જેમાં તેની હત્યા કરી દેવામાં આવી છે. કચ્છમાં આ મામલે વાયરલ થયેલી 2 ઓડિયોમાં કોઈ વિંદાભાઈ નામની વ્યક્તિનો આવી રહ્યો છે આ જે વ્યક્તિનો ઉલ્લેખ આવી રહ્યો છે તે કચ્છના એક ધારાસભ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે અને વિદાના ટૂંકા નામે લોકો સંબોધે છે. જોકે, કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ આ ધારાસભ્ય સુધી જવાની હિંમત કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp