જૂનાગઢઃ લીલી પરિક્રમમાં અઢી લાખ લોકો જોડાયા, રાત્રે ભજન-ભક્તિ, દિવસે પદયાત્રા

PC: wordpress.com

દર વર્ષે દિવાળી બાદની અગિયારસના દિવસથી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભવનાથ મંદિરે માથું નમાવીને સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવેલા ભક્તો ગીરનારની પરિક્રમા શરુ કરે છે. પ્રથમ દિવસે દરવાજા ખુલતાની સાથે જ મહાદેવ હર અને જય ગીરનારીના નાદ સાથે પરિક્રમા શરુ થઈ હતી. જેમાં ધીમે ધીમે બેથી ત્રણ દિવસમાં અનેક લોકો જોડાતા આંકડો 1 લાખ જનમેદનીને પાર થઈ ગયો હતો. આ વખતે સતત વરસાદ અને અનેક રુટ પર પાણી ભરાયા હોવાને કારણે ગત વર્ષ કરતા 50 ટકા શ્રદ્ધાળુંઓ ઓછા આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડાના જોખમને કારણે પણ કેટલાક ગ્રૂપ વહેલા જૂનાગઢ આવી ગયા હતા. પણ જંગલ વિસ્તારમાં સુરક્ષાના પગલે કોઈ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

પ્રથમ દિવસથી એટલે તા.8ના રોજ આવેલા ગ્રૂપની પરિક્રમમાં હવે અંતિમ તબક્કામાં છે. જ્યારે અન્ય ગ્રૂપ પોતાની રીતે પરિક્રમા પૂરી કરી રહ્યા છે. ખાસ કરીને અંહી રાત્રીનો માહોલ માણવા લાયક હોય છે. આખી રાત ભજનભક્તિના કાર્યક્રમો હોય છે જ્યારે વહેલી સવારથી અજવાશ થતાની સાથે જ લોકો ચાલવાનું શરુ કરી દે છે. આ વખતે બોરદેવીના ગેટ પાસે ભારે ભીડ જોવા મળી હતી. આવનારા ત્રણ દિવસમાં પરિક્રમમાં પૂરી કરીને લોકો પુણ્યનું ભાથુ બાંધી પોતાના વતન તરફ પરત ફરશે. રવિવારે સાંજ સુધીમાં સાડા ચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓ નળપાણી ઘોડી વિસ્તારને પાર કરી ચૂક્યા છે. પરિક્રમાના રુટમાં ચાલતા ભંડારા, પાણીની વ્યવસ્થા અને પદયાત્રાના રુટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જૂનાગઢ વનવિભાગ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ આ પરિક્રમાનું આયોજન થાય છે.

ગત શુક્રવારે જ્યારે પરિક્રમાનો પ્રારંભ થયો ત્યારે વિધિવત સંત-મહંતની હાજરીમાં મંત્રોચ્ચા સાથે રાત્રીના 12.00 વાગ્યે પદયાત્રા શરુ થઈ હતી. જેમાં લોકોએ દીપ પ્રાગટ્ય કરીને યાત્રા શરુ કરી હતી. આ વખતે ખાસ તો કોઈ પ્લાસ્ટિકની વસ્તુઓ કે થેલી અંદર ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોઈ પ્રદુષણ ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જૂનાગઢમાં આવેલા ગીરનારની આસપાસ તળેટી વિસ્તારમાં એક રૂટ છે જેના પર પરિક્રમા કરવાની હોય છે. જેનાથી ગીરનાર પર દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp