કોવિડ કેર હોસ્પિટલ ફૂલ બીજી તરફ રેલવેના 20 કોચમાં 300થી વધુ બેડ ધૂળ ખાય છે

PC: divyabhaskar.co.in

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા જેટ વિમાનની ગતિએ વધી રહી છે. દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. હવે વિચિત્રતાએ એ છે કે, રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા કુલ 320 બેડ એક વર્ષથી તૈયાર હોવા છતાં સંકલનના અભાવે ખાલી પડી રહ્યા છે.

જોકે, આ પાછળનું કારણ રાજકોટ હોસ્પિટલ તથા કોર્પોરેશન તંત્ર તેમજ રેલવે ઓથોરિટી વચ્ચે સંકલન તેમજ સંવાદનો અભાવ છતો થયો છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે કોચને વ્યવસ્થિત રીતે મેઈન્ટેન કરવામાં આવ્યા છે. પણ દુઃખ એ વાતનું છે કે, તે દર્દીઓના કામે આવતા નથી. ઉપયોગ કર્યા વગરના ખાલી પડ્યા છે. ધૂળ ખાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર રેલવે કોચને આઈસોલેશન વૉર્ડમાં ફેરવવામાં આવ્યા છે. આ માટે રૂ.1 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં છેલ્લા એક વર્ષથી આવા કોચ ખાલી પડ્યા છે. એક કોચમાં નવ કેબિન છે. આઠમાં દર્દી અને એકમાં તબીબી સ્ટાફ રહી શકે છે. કુલ એક કોચમાં 16 દર્દીઓની સારવાર થઈ શકે છે. કુલ 20 કોચમાં સારવાર આપવામાં આવે તો કુલ 320 કોરોના દર્દીને સારવાર મળી રહે. હાલ રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં કુલ 100 કોચ આ પ્રકારના તૈયાર છે. પણ અફસોસ એ વાતનો છે કે, અહીં એક પણ કોરોના દર્દીની સારવાર થતી નથી. એટલે આ કોચ ઉપયોગમાં લેવાતા નથી. આ ઉપરાંત આવી મહામારીમાં રેલવે હોસ્પિટલનો પણ ઉપયોગ કરી શકાય છે.

પણ તંત્ર અને ક્લેક્ટર વિભાગ ક્યા કારણોસર રેલવે વિભાગનો સંપર્ક કરતો નથી. એ મોટો પ્રશ્ન છે. સંવાદ ન થવાને કારણે વેન્ટિલેટરથી તૈયાર આ કોચ દર્દીને કામ આવી શકતા નથી. હાલમાં સુરત અને રાજકોટ જેવા મહાનગરમાં હોલ સંચાલકો તથા હોટેલ સંચાલકો સાથે બેઠક કરીને બેડ શરૂ કરવા માટે ખોટા હવાતિયા મારવામાં આવ્યા છે. પણ રેલવે પાસે કેર કરવા માટેનું આખું યુનિટ અને સેટઅપ તૈયાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 દર્દીની ક્ષમતા છે. જ્યારે હાલમાં 500 દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારી હોસ્પિટલ ભરાઈ જવાની સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં પણ પથારીઓ બધી ભરેલી છે. જો આવી સ્થિતિમાં રેલવે વિભાગનો સંપર્ક કરીને સારવાર કરવામાં આવે તો દરેકને પૂરતી પથારી મળી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp