નરેશ પટેલ-જીતુ વાઘાણી વચ્ચે મંત્રણા, ભાજપને જીતાડવા નરેશ પટેલે શું કહ્યું?

PC: gujarat bjp

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટનાં કાગવડ ખાતે આવેલું પાટીદાર સમાજના ધાર્મિક વડા મથક ખોડલધામમાં ગુજરાત ભાજપનાં પ્રમુખ જીતુ વાઘાણી અને નરેશ પટેલ-ખોડલ વચ્ચે ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. બન્ને વચ્ચે લાંબી મંત્રણા થઈ હોવાની જાણકારી મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલનું નામ પાછલા બે-અઢી મહિનાથી સતત ચર્ચામાં રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નરેશ પટેલ સાથે મીટીંગ કરવામાં આવ્યા બાદ નરેશ પટેલને સિક્રેટ સીએમ તરીકે ગણવામાં આવી રહ્યા હતા. વચ્ચે હાર્દિક પટેલે પણ નરેશ પટેલની મુલાકાત લીધી હતી. પાટીદાર સમાજ કોની તરફ રહેશે તે માટે નરેશ પટેલ પર સમાજનાં લોકોએ મીટ માંડી હતી પરંતુ આજે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ નરેશ પટેલ સાથે મંત્રણા કરી હતી અને બન્ને વચ્ચે ખાસ્સી એવી વાતો થઈ હતી.

મીટીંગ બાદ ગુજરાત ભાજપે જાહેર કર્યું હતું કે નરેશ પટેલે પાટીદાર સમાજને ભાજપને જીતાડવા માટે અપીલ કરી છે. બન્ને વચ્ચેની મંત્રણા પોઝીટીવ રહી હતી, અને સારા વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી .નરેશ પટેલે જીતુ વાઘાણી અને ભાજપની જીત માટે અપીલ કરી હતી.
આ પહેલા NareshPatelForCM કેમ્પેઈન ચલાવાત ફેસબુક ગ્રુપ પર લખાવામાં આવ્યું હતું કે ખોડલધામ એક ધાર્મિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ રાજકીય પક્ષાપક્ષીથી દુર છે.

અહીંયા અનેક મહાનૂભાવો અને લોકો આવે છે તેનો મતલબ એ નથી કે ખોડલધામ રાજકારણ કરે છે. ખોડલધામને દર્શન કરવા કોઈ પણ આવી શકે એમ છે.
ત્યાર બાદ પાટીદાર સમાજ માટે અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ અને તેમની ટીમ પણ ખોડલધામ ગઈ હતી અને નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. આ મીટીંગ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે નરેશ પટેલ સાથે સાનુકુળ વાતાવરણમાં ચર્ચા થઈ છે અને નરેશ પટેલે કહ્યું છે કે સત્યની લડાઈ ઈમાનદારીથી લડજો, માતાજી આપણી સાથે છે, એકતા રાખી સમાજના હીતનું કામ કરવાનું છે.

પ્રથમ તબક્કામાં મતદાનની આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ નરેશ પટેલની મુલાકાત કીરી હરીફોની રણનીતિ પર જોરદાર ઘા કર્યો છે અને હરીફોની બોબડી બંધ કરી દીધી છે. છેલ્લા કેટલાક વખતથી ચાલી રહ્યું હતું કે નરેશ પટેલે શો નિર્ણય કરશે? તો આજે નરેશ પટેલે પાટીદાર સમાજને ભાજપ માટે વોટ કરવાની અપીલ કરી પોતાનાં કાર્ડ ખોલ્યા હતા. ભાજપ માટે આજના દિવસે નરેશ પટેલનો ટેકો મળતા અનેક રીતે રાજકીય ફાયદાકારક સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp