લુંટેરી દુલ્હને સૌરાષ્ટ્રના યુવકોને કર્યા ટાર્ગેટ, નામ બદલીને 3 સાથે કર્યા લગ્ન

PC: dailyhunt.in

ગુજરાતમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે મોટા ભાગે સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં પરિવારજનો પરપ્રાંતીય યુવતીઓ સાથે તેમને દીકરા કે, પરિવારના અન્ય સભ્યના લગ્ન કરાવતા થયા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણી વાર લુંટેરી દુલ્હનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવા કિસ્સાઓમાં લગ્ન કરીને આવેલી યુવતી કોઈને કોઈ બહાનું કાઢીને તેમના પિયર જતી રહે છે અને પછી પરત આવતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે કે, કે જ્યાં મહારાષ્ટ્રના નાંદેરની યુવતી બે દલાલના મધ્યમથી લગ્નવાંછુક યુવકો સાથે લગ્ન કરીને તેમની પાસેથી પૈસા પડાવી ફરાર થઇ જાય છે. આ કૌભાંડનો રાજકોટમાં પર્દાફાશ થયો છે. એક જ યુવતીએ એક પછી એક ત્રણ યુવકો સાથે લગ્ન કર્યા અને પછી પિયર જવાનું કહીને ફરાર થઈ જાય છે.

એક રીપોર્ટ અનુસાર રાજકોટમાં નીલેશ ઠક્કર અને નટુ રાઠોડ નામના બે દલાલોએ ભરત માંડણકાને મેઘના ઈંગોલે નામની છોકરી બતાવી હતી. આ છોકરી સાથે લગ્ન કરવા માટે બંને દલાલોએ ભરત પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. દલાલને પૈસા આપ્યા પછી મેઘના અને તેના માસી લગ્ન કરવા માટે રાજકોટ આવ્યા હતા. મેઘનાએ લગ્નના દસ દિવસ પછી માતા બીમાર હોવાનું કહીને તેને તેડવા માટે જવું છે. તેવું કહીને દલાલ નીલેશ ઠક્કર સાથે જતી રહી હતી. મેઘનાએ ગયા પછી માતાની સારવાર માટે ભરત પાસેથી ત્રીસ હજાર રૂપિયા માંગ્યા હતા અને ભરતે મેઘનાની વાતોમાં આવીને મેઘનાના બેંક અકાઉન્ટમાં 30 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જો કે, દિવસો વીત્યા છતાં પણ મેઘના પરત આવી ન હતી અને તેનો કોઈ સંપર્ક પણ થયો ન હતો.

ત્યારબાદ જાન્યુઆરી મહિનામ આ બંને દલાલોએ મેઘનાને સંધ્યા મધુકર બનાવીને તેના લગ્ન ભાવનગરના વીપુલ મહેતા સાથે કરાવ્યા હતા. ત્યાં પણ મેઘનાએ રાજકોટના ભરત સાથે બહાનું કાઢ્યું હતું તેવી જ રીતે 15 દિવસ રોકાઈને પિતા બીમાર પડ્યા છે. તેને લેવા જવાનું કહીને મહેતા પરિવારના ઘરમાંથી ઘરેલા અને કીમતી વસ્તુ લઇને ફરાર થઇ ગઈ હતી. ત્યારબાદ દલાલો અને મેઘના ઉર્ફે સંધ્યા મધુકરનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

ત્યારબાદ આ લુંટેરી દુલ્હને સૌરાષ્ટ્રના ત્રીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમાં દલાલ નીલેશ ઠક્કર દ્વારા મેઘનાનું નામ રાની કહીને અમરેલીના સુરેશ જાવિયા સાથે દોઢ લાખ રૂપિયામાં લગ્ન કરાવ્યા હતા. સુરેશે લગ્નનું રજીસ્ટ્રેશન અને સોગંદનામું પણ કરાવ્યુ હતુ. રાજકોટ અને ભાવનગરમાં યુવકો પાસે જેમ મેઘનાએ બહાનું કાઢ્યું હતું તેવું બહાનું કાઢીને રાની ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ સુરેશના પરિવારે દલાલ પર દબાણ વધારતા દલાલે એક લાખની રકમ પરત મહેતા પરિવારને પરત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આવી જ રીતે આ ગેંગ લગ્નવાંછુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવી આપવાની લાલચ આપી લાખથી દોઢ લાખ રૂપિયા લઇને લગ્ન કરાવી આપે છે. ત્યારબાદ દુલ્હન ફરાર થઈ જાય છે અને દલાલોનો પણ કોઈ અત્તોપત્તો લાગતો નથી. આતો માત્ર ત્રણ કિસ્સાઓ છે. પરંતુ ઘણા એવા પરિવાર છે કે, જેઓ બદનામીના ડરતી બહાર નથી આવી રહ્યા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp