સિંગતેલનો કૂવો બની નવી જાતની મગફળી: કૃષિ વિજ્ઞાાનીએ અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો

PC: Khabarchhe.com

જૂનાગઢ વંથલીના ટીકર ગામના ખેડૂત રિપલ પટેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી GJG 32 નામની 2017મા શોધાયેલી મગફળીનું બિયારણ લાવ્યા હતા.

તેમણે અગાઉ GJG 20 જાતમાં 20 કિલો મગફળી વાવી હતી, જે 18 મણ ઉત્પાદન હતું. જે નવી વેરાઇટીમાં 34 મણ થઈ હતી. 2017મા એક જ ખેતરમાં એક જ સરખી ટ્રીટમેન્ટ કરી હતી. કુલ 17 વિઘામાં વાવેતર કર્યું હતું. આ ખેડૂત બીજી મગફળી કરતાં આ નવી મગફળીને 100 ગુણ આપે છે. આ વર્ષે પણ GJG 32 ઉગાડી છે. જેની તસવીરો મગફળીના 20 ઓગસ્ટ 2018ના ફોટો છે. મગફળીની નવી શોધ કરનારા કૃષિ વિજ્ઞાાનીઓને તેમણે અભિનંદન પાઠવ્યા છે. એક વિજ્ઞાની કેટલું મબલખ ઉત્પાદન કરાવી શકે છે તે આ નવી જાતથી સાબિત થયું છે.

આ અંગેનો khabarchhe.com દ્વારા અહેવાલ છાપેલો હતો જે તેમના ધ્યાનમાં આવ્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક સાવ નવા જ પ્રકારની મગફળી શોધી છે. જેમાં તેલ અને ઉત્પાદન હાલની તમામ મગફળી કરતાં વધારે આપે છે. આ મગફળી ઉગાડવા માટે કૃષિ વિજ્ઞાનીઓએ ખેડૂતોને ભલામણ કરી છે. ખેડૂતો માટે ક્રાંતિ લાવી શકે તેવી આ નવી વેરાયટી છે. સ્પેનિશ મગફળી GJG 32 જે સરેરાશ એક હેક્ટર દીઠ 3,392 કિલો ઉત્પાદન આપે છે. જે બીજી ઉગાડાતી મગફળી કરતાં 15.4થી 22.6 ટકા વધારે ઉત્પાદન આપે છે. બીજી મગફળી 2,800 કિલો હેક્ટર ઉત્પાદન આપે છે.

GJG 32 મગફળીની કમાલ એ છે કે તેમાંથી 53.9 ટકા તેલ નીકળે છે. મગફળીના દાણામાંથી એક હેક્ટર દીઠ 1,253 કિલો તેલ આપે છે. જ્યારે પ્રોટીનનું પ્રમાણ 27.5 ટકા નીકળી શકે છે. બીજી જાતની મગફળી કરતાં આ મગફળીમાં રોગ પ્રતિકાર શક્તિ વધારે જોવા મળે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ જાની મગફળી ઉગાડવા માટે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભલામણ કરી છે. જો GJG 32 મગફળી સમગ્ર વિસ્તારમાં ઉગાડવામાં આવે તો તે તેલના કૂવા જેવી સાબિત થાય તેમ છે. કારણ કે અત્યાર સુધી તેલનું પ્રમાણ 50 ટકાથી ક્યારેય વધ્યું નથી. પણ આ નવા જાતની વેરાયટીમાં તેલનો ભંડાર છે.

સિંગતેલનું જંગી ઉત્પાદન કરવામાં મજબૂત કામ કરી આપે તેમ છે. તેનાથી સૌરાષ્ટ્રની ઓઈલ મીલોને નવું જીવન મળી શકે તેમ છે પણ ખેડૂતોને મગફળીના પૂરતાં ભાવ ન મળે તો શું? એવું ખેડૂતો અને વિજ્ઞાનીઓ સતત પૂછતાં રહે છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp