પેરાશુટ આયાતી છબીલ પટેલ સામે ભાજપમાં વિરોધનો વંટોળ

PC: youtube.com

કચ્છનો અબડાસા વિસ્તાર છોડીને મુંબઈ ભાગી ગયેલાં છત્રી છાપ ઊમેદવાર સામે ભારે વિરોધ ભાજપમાં શરૂં થયા છે. છબીલ પટેલ સામે આ વિરોધ સમગ્ર કચ્છને દઝાડે તો નવાઈ નહીં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે તે ભાજપમાં અહીં ફરીથી ચૂંટણી લડ્યા હતાં. ભાજપાના જ કાર્યકરોએ તેમને હરાવ્યા હતા. હવે ફરી એક વખત તેમણે ટિકિટ માંગી છે અને ભાજપ તેમને ટિકિટ આપે તેવી શક્યતા જોતા તેમની સામે ભાજપના કાર્યકરો મેદાને પડ્યા છે.

ભાજપના કાર્યકરોનો આરોપ છે કે, તે આજે પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે સંબંધ ધરાવે છે. અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ (નખત્રાણા) પણ વિરોધમાં છે. છબીલ પટેલે ગૌચરમાં દબાણ કર્યું છે. તેમનાથી ખેડૂતો નારાજ છે. અબડાસા, લખપત, નખત્રાણામાં મૌલાનાઓ પાસે જઈને તે પોતે મતની ભીખ માંગે છે. બીજા સમાજ પણ તેમનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાંક રાષ્ટ્રદ્રોહી સાથે તેઓ નજીકના સંબંધ ધરાવે છે. સોલાર પ્રોજેક્ટમાં તેમણે સબસીડી લઈને ખાયકી કરી હોવાનો આરોપ પણ તેમની સામે છે. અહીં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં હરાવાવ માટે મોટી ભૂમિકા ભજવી હતી. માંડવીમાં તેમણે 40 એકર જમીન પર રિસોર્ટ બનાવ્યો છે જેમાં ઘણી ગેરરીતિ થઈ હોવાના આરોપો મૂકવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp