પરેશ ધાનાણી શેરી ગરબામાં ગરબે ઘૂમ્યા, જૂઓ વીડિયો

સમગ્ર દેશમાં આદ્યશક્તિ આરાધનાનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તેનું સવિશેષ મહત્વ રહેલું છે. આદ્યશક્તિનું પર્વ ગુજરાત આખામાં નવ દિવસ સુધી ઉજવાય છે. આ ઉજવણી દરમિયાન નાનાં, મોટાં, ગરીબ, પૈસાદાર તમામ લોકો ગુજરાતનાં ગૌરવસમાન ગરબામાં ઘૂમતાં હોય છે. ગરબે ઘૂમવાનું હરકોઈને પસંદ હોય છે. અને તેથી જ ગુજરાતનાં ગરબા સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. નવલી નવરાત્રિ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વાઈબ્રન્ટ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અને તેનાં કારણે પણ ગુજરાતનાં ગરબા દુનિયાભરમાં પ્રસિદ્ધ થયાં છે.

આ નવરાત્રિ દરમિયાન ઢોલીનાં ઢોલનાં તાલે તમામ લોકો થનગનવા તૈયાર હોય છે અને તેમાંથી બાકાત નથી રહી શકતાં રાજકીય નેતાઓ પણ. આવાં જ એક રાજકીય નેતા મનમૂકીને ગરબામાં ઝૂમ્યાં અને નવરાત્રિનાં પર્વની ઉજવણી કરી. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ કોંગ્રેસનાં અમરેલીનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની. કે જેઓ પહેલાં નોરતાએ ગરબે ઝૂમ્યાં અને તેમને ઝૂમતાં જોઈને સ્થાનિક લોકોમાં પણ ગરબે ઝૂમવાની ચાનક ચડી અને તેઓ પણ જોરશોરથી ગરબે ઝૂમવા લાગ્યા.

નવરાત્રિનો પ્રારંભ બુધવારે થયો અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી પહોંચ્યા ભાવનગર. જ્યાં એક શેરી ગરબામાં તેમણે વિશેષ હાજરી આપી અને આ શેરી ગરબામાં ઢોલીનાં તાલ ઉપર પોતાને ન રોકી શક્યાં અને તેઓ ગરબે ઘૂમવા લાગ્યાં અને મા અંબાની નવરાત્રિનાં વધામણાં કર્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp