રાજકોટમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી રોકવા લોકો ઉતર્યા રસ્તા પર

PC: Youtube.com

અમદાવાદ બાદ રાજકોટ પોલીસે પણ રાજકોટમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ભાજપના અગ્રણી નેતા દિનેશ કારીયાની દુકાનનો ઓટલો દબાણમાં આવતો હોવાના કારણે ઓટલાને તોડી પાડવામાં આવ્યો હતો અને દિનેશ કારિયાને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI બી.પી. સોનારાની હાજરીમાં બની હતી. જેના કારણે દિનેશ કારિયાએ પોતાની રાજકીય ઓળખાણનો ઉપયોગ કરીને PI બી.પી. સોનારાની રાજકીય ઇશારે બદલી કરાવી હતી છે. PI બી.પી. સોનારાની બદલી થતા આહીર સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

PI બી.પી. સોનારાની બદલી રોકવા માટે રોષે ભરાયેલા આહીર સમાજના લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર મોટી સંખ્યામાં આહીર સમાજના લોકોએ એકઠા થઈને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે હાઇ-વે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે PI બી.પી. સોનારાની બદલી રોકવા માટે આગાઉ પણ આહીર સમાજ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સર્વ સમાજ એકતા મંચ રાજકોટ દ્વારા PI બી.પી. સોનારાની બદલી અટકાવવા માટે એક પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણા અગાઉ સર્વ સમાજ એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા રીક્ષા પાછળ બેનરોને લગાડીને ધરણાની જાહેરાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp