ગીરમાં સિંહનો શિકાર કરતો વીડિયો ઉતારવા જીવતી ગાયનો ઉપયોગ કરાયો, વીડિયો વાયરલ

PC: news18.com

ગુજરાતના ગીર અભ્યારણાનો એક વીડિયો સોશ્યલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સિંહ જીવતી ગાયનો શિકાર કરો રહ્યો છે. પરંતુ આ ઘટનાને લઈને એક આશ્ચર્યજનક વાત તો એ છે કે, કેટલાક લોકો ગાયનો શિકાર કરતાં સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યા છે. લોકોના આ પ્રકારના વલણથી એવું લાગી રહ્યું છે કે, લોકોએ જાણીજોઈને ગાયને પોતાના મનોરંજન માટે ચારો બનાવીને ત્યાં રાખવામાં આવી હોય.

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયામાં સિંહ દ્વારા જીવતી ગાયનો શિકાર કરવામાં આવતો હોય તે વીડિયો ગુજરાતના કોડીનાર અને ઉના વચ્ચે આવેલી કોઈ જગ્યાએનો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગાયને એક દોરડા સાથે બાંધવામાં આવી છે. ત્યારબાદ એક સિંહ અચાનક પાછળની ઝાડીઓમાંથી આવીને ગાય પર તરાપ મારે છે અને ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે. જે સમયે આ ઘટના બની હતી તે સમયે ઘણા લોકો ઘટના સ્થળથી થોડા દૂર જોવા મળી રહ્યા છે અને મોબાઈલમાં જીવતી ગાયનો શિકાર કરતાં સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બે બાઇક પણ જોવા મળી રહી છે અને તેના પરથી એવું લાગી રહ્યું છે કે, લોકો દૂર-દૂરથી આ ઘટના જોવા માટે આવ્યા  હશે.

એવી પણ માહિતી મળી રહી છે કે, આ ઘટના જંગલ વિભાગના અધિકારીઓના ધ્યાને આવતા તેમણે સમગ્ર મામલે તપસ શરૂ કરી છે. વન આધિકારી એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, આ વીડિયો પરથી આવું લાગી રહ્યું કે, કેટલાક લોકોએ વધારે પૈસા લઈને આ પ્રકારનો ગેરકાયદેસર શો ગોઠવ્યો હોય શકે છે.

વીડિયોમાં દેખાઇ રહેલા તમામ લોકો તમામ તૈયારી સાથે આખી ઘટનાને કેમેરામાં કેદ કરવા માટે આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આ ઘટના કોઈ અકસ્માતે બનવા પામી નથી પરંતુ હાજર રહેલા લોકોને પહેલાથી જ ખબર હતી કે, આ ઘટનામાં શું થવાનું છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી સિંહને ભૂખ્યો રાખવામા આવ્યો હોય શકે છે.

જંગલ વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર એવું લાગી રહ્યું છે કે, આ ઘટના સ્થળ પર હાજર રહેલા લોકો માટે રૂટિન ઘટના છે અને એટલા માટે સિંહને ભૂખ્યો રાખવામા આવ્યો હોય શકે અને મોટી રકમ લઈને આ ઘટનાનો પ્લાન કરવામાં આવ્યો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp