26th January selfie contest

'નીચ' શબ્દનાં પગલે સુરતમાં ભારે રિએકશન: PMએ કહેવું પડ્યું મર્યાદામાં રહેજો

07 Dec, 2017
05:05 PM
PC: NDTV.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યરના નિવેનદન પર આકરા પ્રહાર કર્યા હતા. મણિશંકર અય્યરે પીએમ મોદીને નીચ પ્રકારની માનિસકતા ધરાવતા હોવાનું કહ્યું હતું તેનો સણસણતો જવાબ આપતા પીએમ મોદીએ સમગ્ર કોંગ્રેસને આડેહાથે લીધી હતી. નીચ શબ્દનાં પ્રયોગ બાદ સભામાં લોકોએ ભારે રિએકશન આપતા પીએમ મોદીએ લોકોને મર્યાદામાં રહેવાનું પણ કહ્યું હતું. આના પરથી લાગે છે આ મામલો એક-બે દિવસમાં વધારે બિચકશે. 

Loading...

વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાં 50 વર્ષમાં 50 વિજ સબસ્ટેશન હતા. જ્યારે ભાજપે 1700 વિજ સબસ્ટેશન બનાવ્યા અને લંગડી વિજળીને કાયમને માટે વિદાય આપી દીધી. સુરતને એરપોર્ટ માટે આંદોલન કરવા પડ્યા. વાજતું-ગાજતુ એરપોર્ટ બની ગયું. 18-20 ફ્લાઈટ ઉડે છે ધમધોકાર ચાલી રહ્યું છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ આપાવી
ઉત્તમ કક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવાની કલ્પના કરી છે. હવાઈ ચંપલ પહેરતો હશે તે પણ હવાઈ જહાજમાં ઉડતો હશે. 50 વર્ષ આ પરિવારે રાજ કર્યું. વારે તહેવારે વિદેશ જતા રહેતા હતા. એવિએશન પોલિસી બનાવી. કોંગ્રેસને વિકાસનો વ પણ આવડતો નથી. કોંગ્રેસે કરેલા ખાડા પૂરવાનું કામ અમારે કરવું પડે છે. કોંગ્રેસે આટલા વર્ષ રાજ કર્યું. મધ્યમ વર્ગને મકાનો બાંધી આપવાની યોજના નોટબંધી બાદ જાહેર કરવામાં આવી.

તેમણે કહ્યું કે કોંગ્રેસને આંકડામાં સમજ પડતી નથી. વડાપ્રધાન બન્યો તો લોકોનાં પત્રો આપ્યા. લોકોને સાત અને પંદર-180 રૂપિયાનું પેન્શન અપાતું. ગરીબોના નામે વાતો કરનારા લોકોએ આ દેશનાં ગરીબોને અન્યાય કરવામાં કશું બાકી રાખ્યું નથી. ભાજપની સરકારે  ઓછામાં ઓછા એક હજાર પેન્શન આપવાનું ચાલુ કરી દીધું. ગરીબોને સ્વમાનભેર જીવવાનું શરૂ કરી દીધું. દસ રૂપિયામાં ભોજન આપવાની યોજના શરૂ કરી આ માટે વિજય રૂપાણી અભિનંદનનાં અધિકારી છે.

તેમણે કહ્યું કે આ દેશામાં 90 પૈસામાં વીમો ઉતરે. મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગનાં માનવીઓએ 18 કરોડ લોકોએ 90 પૈસા અને એક રૂપિયાનો વીમો ઉતરાવ્યો. 1800 કરોડ રૂપિયા આવા પરિવારોને ચૂકવાઈ ગયા. દેશ કેમ ચલાવાય તે કરનારા અમે લોકો છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ સોળે કળાએ ખીલે તેવાં પ્રોજેક્ટ બનાવ્યા. રફ ડાયમંડ માટે હવે વિદેશોમાં ચક્કર મારવા નહી પડે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું કામ કરવાનું કલ્ચર ક્યું? પહેલા પોતાનું પુરું કરવાનું. ભાઈ, ભત્રીજો, દિકરો, દિકરી અને જમાઈ આ બધાનું જોયા પછી લોકોનાં કામ કરવા. વર મરો, કન્યા મરો, કોંગ્રેસનું તરભાણું ભરો. જ્યાં સુધી એમનું ન થાય ત્યાં સુધી કામ આગળ વધે નહીં. આ એમની ગળથૂંથી અને ચરિત્રમાં છે. કોંગ્રેસ એટલે અટકાણા લટકાણા, ભટકાણા, છે. કોઈ કામને અટકાવી દેવું, કોઈ કામને લટકાવી દેવું અને કોઈ કામને ભટકાવી દેવું એ કામ કોંગ્રેસનું છે. નર્મદા યોજનાને અટકાવવી કેમ તેમાં કોંગ્રેસની માસ્ટરી છે. કાયદાકીય ગૂંચોથી તો લટકાવી દીધી. પછી લટકાવી દીધી.

તેમણે કહ્યું કે જીએસટી સાત વર્ષથી લટકતું રહ્યું અને હવે ભટકાવી રહ્યા છે. ઉદ્યોગોને રાતોરાત તાળા મારી દીધા હતા. સ્કીલ, સ્કેલ અને સ્પીડનાં મંત્ર પર સરકાર ચાલે છે. આંબેડકર ભવનનું ઉદ્ધાટન કર્યું છે અને વિજ્ઞાનભવનને ટક્કર મારે તેવું બનાવ્યું છે.  કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. દેશભરમાં પાંચ કરોડ ટોયલેટ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. યુપીમાં સંડાશનું નામ આપ્યું ઈજ્જતઘર આપવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું કે કોંગ્રેસ ચારેબાજુથી સાફ થઈ ગઈ છે. આસામ, મણિપુર, બિહાર, યુપી, મહારાષ્ટ્ર, ગોવા,એમપી, છત્તીસગઢ, ઝાખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન સૂક્ષ્મદર્શક યંત્રથી પણ કોંગ્રેસનો પંજો જડતો નથી. અમરેલી, રાયબરેલી સહિત યુપીમાં તળિયા ઝાટક થઈ ગયું છે. માન-મર્યાદા ખોઈને વાતો કરતા થયા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ હવે લોકશાહીમાં શોભે નહી તેવી વાતો કરે છે. કોંગ્રેસનાં જવાબદાર વ્યક્તિ મણિનગર શંકર અય્યરે કહ્યું કે આ મોદી તો નીચ જાતિનો છે. આ અપમાન ગુજરાતનું છે. ભારતની મહાન પરંપરાનું છે. ઉંચ-નીચનાં કુશાસનનાં પાયા કોંગ્રેસે નાંખ્યા અને હવે આ  મોગલાઈ સંસ્કારવાળાઓને મોદી સહન થતો નથી. મોગલાઈ માનસિકતા અને સલ્તનતની માનસિકતામાં બીજાને નીચ ગણવવા માંડયા છે.

તેમણે કહ્યું કે મને ગધેડા કીધા, નીચ કીધા, પણ અમે અમારા સંસ્કાર સાથે જીવવા ટેવાયેલા છે. 18 તારીખે ગુજરાતનાં સંતાનને આવી રીતે નીચા પાડવાનો બદલો લોકો લેશે. ત્યારે તેમને ખબર પડશે કે આ નીચ શબ્દનો અર્થ શું થાય છે. કોઈ પણ નાગરિકને નીચું જોવું પડે એવું કોઈ કામ કર્યુ નથી. ક્યારેય મેં ઉંચ-નીચનો વિચાર કર્યો નથી. કોંગ્રેસનાં નેતાઓ માનસિક સંતૂલન ગુમાવીને નીચ કહેતા હોય પણ મને જરાય દુખ નથી. પણ હું તો ગાંધીજીનાં સંદેશ પ્રમાણે છેવાડાના માનવી સાથે જીવન ગુજારવામાં માનું છું. ભલે હું નીચ જાતિનો રહ્યો છું પણ હું ઉચ્ચ કામ કરવામાં માનું છું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જેમને મારા માટે, દેશનાં વડાપ્રદાન, ગુજરાતનાં સંતાન માટે નીચ શબ્દ બોલ્યો એમની વિરુધ્ધમાં એક પણ શબ્દ ન બોલે, એમને જે બોલ્યું એ તેમને મુબારક. ટવિટર, ફેસબુક પર કોઈ ટીપ્પણી કરતા નહી. લોકોએ સળંગ મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા અને ભારે રિએકશન આપ્યું હતું. લોકોનું રિએકશન જોઈને પીએમ મોદીએ છેવટે વિનંતી કરવી પડી હતી કે આવા લોકોને નવમી તારીખે તેમની વિરુધ્ધ વોટ આપીને ઉચ્ચ કામ કરી દેખાડવાનું છે. મને ભલે નીચ જાતિનો કહો પણ મારી વિનંતી છે કોઈ મર્યાદા ગૂમાવે નહી અને જાહેર જીવનની માન-મર્યાદા અને ભાજપનાં સંસ્કાર બતાવી આાવા પ્રકારનાં તત્વોનો ઉત્તમ રસ્તો મતપેટી છે. ગુજરાતે ઘણા અપામાન સહન કર્યા છે. 13 વર્ષના ગાળામાં મેં અનેક અપમાન સહન કર્યા, મોતનાં સોદાગર કહ્યા, જેલમાં પૂરવાની તૈયારી કર્યા છતાં મેં બદલાની ભાવનાથી એક પણ પગલું લીધું નથી. આ મારો રસ્તો નથી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...