નર્મદા ડેમ વિરુધ્ધ અનેક ષડયંત્રો થયા, પણ આજે સ્વપ્ન પૂર્ણ થયું: PM મોદી

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો 67મો જન્મ દિવસ ગુજરાતમાં નર્મદા-સરાદાર સરોવર ડેમનાં લોકાર્પણની સાથે ઉજવ્યો. સરદાર ડેમને લઈ તેમણે એક સોગાત દેશને આપી. ત્યાર બાદ PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની બની રહેલી વિશાળકદની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કર્યું હતું. PM મોદીએ ડભોઈમાં ડેમનાં લોકાર્પણ અંગે સંબોધન કર્યું. ડેમને લઈ ઉભી થયેલી સમસ્યાઓ બાબતે તેમણે પ્રકાશ પણ પાડ્યો હતો.

PM મોદીએ કહ્યું કે ડેમને બાંધવામાં 56 વર્ષ લાગી ગયા. ડેમની વિરુધ્ધ અનેક ષડયંત્રો કરવામાં આવ્યા પરંતુ ડેમને બાંધીને જ જંપ્યા છીએ. તેમણે કહ્યું કે ડેમનાં નિર્માણમાં દેશનાં સૌ પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા અદા કરી હતી. આજે આ ડેમનાં ઉધ્ધાટન બાદ સરદાર પટેલનો જ્યાં પણ હશે ત્યાંથી આ પણને આશિર્વાદ આપતો હશે.

PM મોદીએ કહ્યું કે દેશમાં દુષ્કાળ અને પુર જેવી સમસ્યાઓથી મૂક્તિ હાસલ કરવામાં નર્મદા નદી પર બંધાયેલો ડેમ મહત્વનો સાબિત થશે. તેમણે કહ્યું કે પાણીની અછત શું હોય છે તેની મને જાણ છેસ, અનુભવ છે. વર્ષો પહેલા નર્મદા નદીનાં પાણીને સરહદ સુધી પહોંચાડવાનો સંક્લપ કરવામાં આવ્યો હતો. હવે પાઈપ લાઈન દ્વારા નર્મદાનાં પાણીને સરહદ સુધી પહોંચાડવામાં આવશે.

તેમણે કહ્યું કે ડેમની આડે સૌથી મોટો અવરોધ વર્લ્ડ બેન્કની સહાયને લઈને આવ્યો હતો. વર્લ્ડ બેન્કે નર્મદા ડેમનાં પ્રોજેક્ટને સહાય આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ દેશવાસીઓએ દ્રઠ સંક્લ્પ કરીને નર્મદા ડેમ બંધાઈને જ રહ્યો છે.

ગુજરાતનાં સાધુ બેટ પર સરદાર પટેલનાં બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે PM મોદીએ પોતાની વાતો મૂકી. તેમણે કહ્યું કે સરદાર પટેલની પ્રતિમા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બેગણી હશે. સ્ટેચ્યુ માટે શ્રેષ્ઠતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા PM મોદીએ પૂજા-પાઠ કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી સહિતનાં અનેક નામી લોકો હાજર રહ્યા હતા. સરદાર સરોવર ડેમ દુનિયાનો દ્વિતીય સૌથી મોટો ડેમ છે. આ ડેમ થકી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજ્સથાનને ફાયદો થશે, દેશનાં સર્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો. 56 વર્ષ બાદ ડેમ પૂર્ણ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp